Tesla India : પહેલી કારની કિંમત જાહેર : Model Y ની ડિલિવરી ક્યારે ?

અમેરિકન ઈવી જાયન્ટ ટેસ્લાના ભારત પ્રવેશને લઈ ઉદ્યોગમાં ભારે ઉત્સુકતા : ટેસ્લા મોડેલ Y બે વેરિઅન્ટ (સ્ટાન્ડર્ડ RWD અને લોંગ રેન્જ RWD. સ્ટાન્ડર્ડ) માં ઓફર કરવામાં આવશે

Tesla ની કિંમત જાહેર

મુંબઈ, બુધવાર : અમેરિકન ઈવી જાયન્ટ ટેસ્લાના ભારત પ્રવેશને લઈ ઉદ્યોગમાં ભારે ઉત્સુકતા છે, તો બીજી તરફ સ્થાનિક કાર બજાર મંદ માંગ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ટેસ્લા મોડેલ Y બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે.

ટેસ્લાએ ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક SUV – મૉડેલ Y ની કિંમત અને ડિલિવરી સમયરેખા જાહેર કરી છે. આ ભારતમાં ટેસ્લાના સત્તાવાર લૉન્ચનો એક મોટો ભાગ છે અને તેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. મોડેલ Y RWD ની ઓન-રોડ શરૂઆતની કિંમત 61.07 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે લોંગ રેન્જ RWD વેરિઅન્ટની કિંમત 69.15 લાખ રૂપિયા છે. શરૂઆતમાં, આ ઇલેક્ટ્રિક SUV દિલ્હી, ગુરુગ્રામ અને મુંબઈ જેવા ત્રણ મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ થશે. કંપની 2025 ના ત્રીજા ક્વાર્ટર (Q3 2025) થી તેની ડિલિવરી શરૂ કરશે. મોડેલ Y 22,000 રૂપિયામાં બુક કરી શકાય છે, જે રિફંડપાત્ર નથી.

ટેસ્લા મોડેલ Y બે વેરિઅન્ટ (સ્ટાન્ડર્ડ RWD અને લોંગ રેન્જ RWD. સ્ટાન્ડર્ડ) માં ઓફર કરવામાં આવશે. આ વેરિઅન્ટમાં 60kWh LFP બેટરી આપવામાં આવશે, જે લગભગ 500 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે અને આ કાર લગભગ 5.6 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.બીજી તરફ, લોંગ રેન્જ RWD વેરિઅન્ટમાં 75kWh NMC બેટરી હશે, જેની રેન્જ 622 કિલોમીટર સુધીની છે અને આ SUV 5 સેકન્ડથી ઓછા સમયમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે.ટેસ્લા મોડેલ વાય ભારતમાં ઘણી અદ્યતન તકનીકી સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં ઓવર-ધ-એર સોફ્ટવેર અપડેટ્સ, પાછળની સીટ માટે અલગ ટચસ્ક્રીન, ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ રીઅર સીટ આપવામાં આવી શકે છે.ઉપરાંત, ટેસ્લાની પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને રીઅલ-ટાઇમ કંટ્રોલ સુવિધા ટેસ્લા એપ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ બધી સુવિધાઓ આ મોડેલને ટેકનોલોજીની દ્રષ્ટિએ એક ડગલું આગળ રાખે છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!