ઇઝરાયલે કહ્યું છે કે જો સીરિયાની સરકારી સેના દક્ષિણ સીરિયામાં ડ્રુઝ સમુદાય પર હુમલો કરવાનું ચાલુ રાખશે

નવીદિલ્હી,બુધવાર: ઇઝરાયલે સીરિયાના દમાસ્કસ શહેર પર મોટો હુમલો કર્યો છે. હુમલો થયો ત્યારે બધે જ ધુમાડો દેખાતો હતો. જ્યારે ઇઝરાયલી સેનાએ દમાસ્કસ શહેર પર હુમલો કર્યો, ત્યારે તે સમયે એક ટીવી ચેનલ પર લાઇવ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હુમલાની અસર એટલી જોરદાર હતી કે ટીવી પર લાઇવ શો કરી રહેલા એન્કર કાર્યક્રમ છોડીને ભાગી ગયા.
ઇઝરાયલે કહ્યું છે કે જો સીરિયાની સરકારી સેના દક્ષિણ સીરિયામાં ડ્રુઝ સમુદાય પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો તે તેનો નાશ કરશે. સોમવારે, સીરિયાની સરકારે ડ્રુઝ લડવૈયાઓ અને બેદુઈન જાતિઓના સશસ્ત્ર માણસો વચ્ચેની લડાઈને રોકવા માટે સ્વેદા શહેરમાં પોતાની સેના મોકલી હતી. પરંતુ બાદમાં સીરિયાની સેના પોતે જ ડ્રુઝ લડવૈયાઓ સાથે અથડામણમાં આવી ગઈ.
ઇઝરાયલમાં રહેતા ડ્રુઝ નાગરિકો પણ સીરિયામાં ડ્રુઝ લોકોની સુરક્ષા માટે તેમની સેનાની માંગ કરી રહ્યા છે. મંગળવારે, એક ડ્રુઝ ધાર્મિક નેતાએ કહ્યું કે સરકાર દ્વારા તેમના સમુદાય પર ક્રૂરતાથી હુમલો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, સીરિયન સરકારનું કહેવું છે કે હિંસા પાછળ કેટલીક ગેરકાયદેસર ગેંગનો હાથ છે.











