મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવી થશે સસ્તી : કર્ણાટક સરકારે ટિકિટ ભાવ નિશ્ચિત કર્યા

કર્ણાટક સરકારે સિનેમા ટિકિટના મહત્તમ ભાવ ₹200 નક્કી કર્યા : હવે દરેક વ્યક્તિ મલ્ટિપ્લેક્સમાં સસ્તી ટિકિટે ફિલ્મ જોઈ શકશે

મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવી થશે સસ્તી

કર્ણાટક, શુક્રવાર : કર્ણાટક સરકારે એક ઐતિહાસિક નિર્ણય લેતા સમગ્ર રાજ્યમાં સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ ₹200 નક્કી કરવાનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ કિંમતમાં મનોરંજન કર પણ સમાવિષ્ટ હશે. નિર્ણય 2025 ના સુધારિત સિનેમા નિયમ હેઠળ લેવામાં આવ્યો છે અને તે બધી ભાષાના સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ પર લાગુ પડશે. સરકારે 15 દિવસમાં જનતાના સૂચનો પણ આમંત્રણ આપ્યા છે.

કર્ણાટક સરકારે મંગળવારે રાજ્યભરમાં ફિલ્મની ટિકિટના ભાવ નક્કી કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આ સંદર્ભમાં એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યભરના તમામ સિનેમા હોલ અથવા મલ્ટિપ્લેક્સમાં ટિકિટનો ભાવ ₹ 200 થી વધુ ન હોઈ શકે. આ કિંમતમાં મનોરંજન કર પણ સામેલ કરવામાં આવશે. સિનેમાને વધુ સસ્તું બનાવવા માટે કર્ણાટક સરકારે, કર્ણાટક સિનેમા (વિનિયમન) નિયમ, 2014 માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ મનોરંજન કર સહિત સિનેમા ટિકિટની મહત્તમ કિંમત પ્રતિ શો 200 રૂપિયા નક્કી કરવામાં આવશે. આ કિંમત રાજ્યના તમામ ભાષાઓના સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને ફિલ્મો પર લાગુ થશે. કર્ણાટક સિનેમા (નિયમન) (સુધારા) નિયમો, 2025 હેઠળ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન 15 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ કર્ણાટક સરકારે પ્રજા, થિયેટર માલિક અને સંબંધિત પક્ષો પાસેથી આ મામલે પ્રસ્તાવ મોકલીને 15 દિવસમાં વાંધા અને સૂચન માગ્યા છે.

ટિકિટના ભાવ નિયંત્રિત કરવા અંગે ચર્ચાઓ ઘણા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 2025-26ના બજેટમાં આ અંગે વાત કરી હતી અને સ્પષ્ટપણે ₹200ની મર્યાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ પગલાનો ઉદ્દેશ્ય ખાસ કરીને શહેરી મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ભાવમાં વધારો અટકાવવા અને સમાજના તમામ વર્ગો માટે સિનેમાની સમાન પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારે વર્ષ 2017-18ના બજેટમાં પર ફિલ્મની ટિકિટના ભાવ અંગે પ્રસ્તાવ મૂક્યો હતો અને 11 મે, 2018ના રોજ સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટના સ્ટે બાદ તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ નિયમ કર્ણાટકના તમામ જિલ્લાઓમાં એકસરખું લાગુ થશે, પછી ભલે તે બેંગલુરુ જેવું મહાનગર હોય કે નાના શહેરો અને નગરો. આ નિર્ણયથી દર્શકોને મોટી રાહત મળશે, ખાસ કરીને જેઓ મોંઘી ટિકિટોને કારણે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવાનું ટાળે છે

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!