સૈયારાની અભિનેત્રી અનિત પડ્ડા બની ફેન્સની નવી નેશનલ ક્રશ : 18 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનિત અહાન પાંડેની સામે મુખ્ય ભૂમિકામાં જોવા મળી

મુંબઈ, બુધવાર : હિન્દી ફિલ્મ જગતમાં એક નવા ચહેરાએ પોતાનું આગમન નોંધાવ્યું છે, અનિત પડ્ડા, જેણે “સૈયારા” ફિલ્મ દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે. 18 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનિત અહાન પાંડેની સામે મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે. તેણીની સાદગી, નયનરમ્ય સુંદરતા અને મજબૂત અભિનય જોઈને સોશિયલ મીડિયાએ તેને “નવી નેશનલ ક્રશ” ઘોષિત કરી છે. હિન્દી સિનેમા જગતમાં એક ઉભરતો અને નવો ચહેરો સામે આવ્યો છે. તેની ફિલ્મ સૈયારા જે 18 જુલાઈના રોજ રિલીઝ થઈ ગઈ છે જેમાં આ અભિનેત્રી મુખ્ય ભૂમિકામાં છે.
‘સૈયારા’ ફિલ્મન અભિનેતા અહાન પાંડેને લગભગ બધા જાણે છે પણ આ ફિલ્મમાં એક નવો ચહેરો પણ જોવા મળશે, તે છે અનિત પડ્ડા. ફિલ્મમાં અહાન પાંડેની સામે અનિત મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે , તેની સાદગી અને સુંદરતાએ ફેન્સના દિલ જીતી લીધા છે. કોઈપણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના, અનિતે પોતાની મહેનત અને પ્રતિભાના બળે પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મમાં જબરદસ્ત ભૂમિકા ભજવી છે જે બાદ સોશિયલ મીડિયા પર લોકો અનિતને નવી નેશનલ ક્રશ કહેવા લાગ્યા છેતમને જણાવી દઈએ આ અભિનેત્રી પહેલા ‘સલામ વેંકી’ માં સ્ક્રીન પર દેખાઈ હતી. આ ફિલ્મમાં તેણે કાજોલ સાથે કામ કર્યું હતું.અનિત પડ્ડાને 2024માં વેબ સિરીઝ ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’ થી વધુ ઓળખ મળી. તેણે આ શોમાં રૂહીનું પાત્ર ભજવ્યું હતું અને પૂજા ભટ્ટ, રાયમા સેન અને ઝોયા હુસૈન જેવા જાણીતા કલાકારો સાથે કામ કર્યું હતું.અભિનય ઉપરાંત, અનિતને સંગીતનો પણ શોખ છે. તે ગાયિકા છે. ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’ ગીતને પોતાનો અવાજ પણ આપ્યો. સૈયારા અનિતની કારકિર્દીમાં એક મોટો વળાંક સાબિત થયો અને ફિલ્મમાં તેને મુખ્ય ભૂમિકા મળી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે, તે સાથે અહાન અને અનિતની જોડી અને એક્ટિંગના પણ લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.











