પંતની ઈજા પર BCCIનું નિવેદન : શું જુરેલ બેટિંગ કરશે ? જાણો

પંતની ઈજા માથાની ન હોવાથી કોન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ લાગુ પડશે નહીં : પહેલા દિવસે પંતે 48 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા

પંતની ઈજા પર BCCIનું નિવેદન

ન્યુ દિલ્હી, ગુરુવાર : ચોથી ટેસ્ટ દરમિયાન રિષભ પંત બેટિંગ કરતી વખતે ઘાયલ થયા હતા અને તેમને રિટાયર્ડ હર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. BCCIએ જણાવ્યું છે કે તેમને જમણા પગમાં ઈજા થઈ છે અને હાલ તેઓ મેડિકલ દેખરેખ હેઠળ છે. પંતની ઈજા માથાની ન હોવાથી કોન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ લાગુ પડશે નહીં. તેથી ટીમ ઈન્ડિયા બીજા બેટ્સમેનને મેદાન પર મોકલી શકશે નહીં, માત્ર ફિલ્ડિંગ બદલાવ મંજૂર રહેશે. સંભાવના છે કે ધ્રુવ જુરેલ ફરી વિકેટકીપિંગ કરે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ફરી એકવાર ઈગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ભારતીય ટીમે પહેલા દિવસે બેટિંગ કરી અને ચાર વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા. ત્યારે માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઈજાને કારણે તેમને રિટાયર્ડ હર્ટ થયો હતો. હવે સવાલ એ કે શું રિષભ પંતની જગ્યાએ બીજા ખેલાડીને બેટિંગ કરવાની તક મળશે અને કોન્કશન સબસ્ટિટ્યૂટનો નિયમ આ વિશે શું કહે છે? માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે રિષભ પંત શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેમણે ક્રિસ વોક્સના બોલને રિવર્સ હિટ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ સીધો તેના પગમાં વાગ્યો. બોલ વાગતાં પંતને પણ લોહી નીકળ્યું અને ફિઝિયોને તાત્કાલિક મેદાન પર બોલાવવામાં આવ્યા, પરંતુ તે રમવાની સ્થિતિમાં ન હતો, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું. હવે પંતની ઈજા બાદ ચર્ચા થઈ રહી છે કે શું ભારતીય ટીમને બીજો બેટ્સમેન મળશે?

કન્કશન સબસ્ટિટ્યુટ હેઠળ જો કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે, તો ટીમને બીજો ખેલાડી મળે છે જે બેટિંગ અને બોલિંગ કરી શકે છે, પરંતુ બોલ પંતના પગમાં ઈજા પહોંચી છે. તેના માથામાં નહીં, તેથી ભારતીય ટીમને કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ હેઠળ બીજો ખેલાડી મેળવશે નહીં. તેના બદલે ભારતીય ટીમ એવા ખેલાડીને સમાવી શકે છે જે ફક્ત ફિલ્ડિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ ફરી એકવાર વિકેટકીપિંગ કરતો જોવા મળી શકે છે. વિકેટકીપર-બેટર રિષભ પંતની ઈજા અંગે પણ BCCIનું અપડેટ બહાર આવ્યું છે. BCCI અનુસાર, ‘રિષભ પંતને બેટિંગ કરતી વખતે જમણા પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.’ હાલમાં BCCI મેડિકલ ટીમ તેની દેખરેખ રાખી રહી છે. પહેલા દિવસે પંતે 48 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!