ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું: છેલ્લા 24 કલાકમાં માત્ર 2 તાલુકામાં દોઢ ઈંચ વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો

આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં 1.22 ઈંચ અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં 1.02 ઈંચ નોંધાયો હતો.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાતમાં ચોમાસું નબળું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદની માત્રામાં ઘટાડો નોંધાયો છે, અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના માત્ર 2 જ તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, વરસાદ પડનારા તાલુકાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા મુજબ, 24 જુલાઈ સવારે 6 વાગ્યાથી 25 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 83 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

ક્યાં કેટલો વરસાદ?
આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં 1.22 ઈંચ અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં 1.02 ઈંચ નોંધાયો હતો.

12 તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ
રાજ્યના 12 તાલુકા એવા છે જ્યાં અડધાથી એક ઈંચ વચ્ચે વરસાદ પડ્યો છે. તેની વિગતો નીચે મુજબ છે.

જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં)
વલસાડ પારડી 0.94
નવસારી નવસારી 0.94
નવસારી જલાલપોર 0.75
નવસારી વાંસદા 0.63
જૂનાગઢ કેશોદ 0.6
જૂનાગઢ માણાવદર 0.6
વલસાડ કપરાડા 0.59
જૂનાગઢ શહેર 0.59
જૂનાગઢ જિલ્લો 0.59
વલસાડ વાપી 0.55
નવસારી ચિખલી 0.55
મોરબી ટંકારા 0.55

31 તાલુકામાં માત્ર હાજરી
SEOC ગાંધીનગરના આંકડા અનુસાર રાજ્યના 31 તાલુકા એવા છે જ્યાં મેઘરાજાએ માત્ર હાજરી પુરાવી હોય તેમ 1-2 મિલીમીટર જેટલો નજીવો વરસાદ નોંધાયો છે.

આજની વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે શુક્રવાર 25 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!