કલોલમાં પૂર્વ કોર્પોરેટરે ચીફ ઓફિસરની ચેમ્બરમાં દવા ગટગટાવી, હોસ્પિટલમાં દાખલ

આ ઘટનાને પગલે નગરપાલિકામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે અને ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

કલોલ, મંગળવાર
કલોલ નગરપાલિકામાં આજે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટર દીપક મકવાણાએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ દવા ગટગટાવી લેતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, દીપક મકવાણા પૂર્વ વિસ્તારના કેટલાક કામ બાબતે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવા ગયા હતા. મળતી વિગતો મુજબ, ચીફ ઓફિસર સાથે વાતચીત દરમિયાન તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ દીપક મકવાણાએ અચાનક ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ કોઈ દવા ગટગટાવી લીધી હતી.

દવા ગટગટાવ્યા બાદ દીપક મકવાણાની તબિયત લથડવા માંડી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા, ત્યાં હાજર લોકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત અંગે વધુ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ તેમને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!