રાજ્યસભામાં અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા,ભારતમાં આતંકવાદ કોંગ્રેસની દેન છે!

સંસદના ચોમાસુ સત્ર હેઠળ રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષને જવાબ આપી રહ્યા છે.

નવી દિલ્હી,બુધવાર:  સંસદના ચોમાસુ સત્ર હેઠળ રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષને જવાબ આપી રહ્યા છે. પોતાના ભાષણની શરૂઆતમાં શાહે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસે તેને પ્રોત્સાહન આપ્યું હોવાથી ભારતમાં આતંકવાદ ફેલાયો.

શાહે ગૃહમાં માહિતી આપતા કહ્યું કે ઓપરેશન મહાદેવ હેઠળ માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓને માથામાં ગોળી મારી હતી. આ કાર્યવાહીથી દેશને સંદેશ મળ્યો કે હવે આતંકવાદનો જવાબ એ જ ભાષામાં આપવામાં આવશે.ઓપરેશન સિંદૂર અંગે અમિત શાહે કહ્યું કે અમે તેમના (પાકિસ્તાન) આતંકવાદી કેમ્પ, આતંકવાદી લોન્ચિંગ પેડ અને આતંકવાદી તાલીમ કેમ્પ પર હુમલો કર્યો હતો, પરંતુ તેઓ (પાકિસ્તાન) તેને તેમના દેશ પર હુમલો માનતા હતા.

8 મેના રોજ પાકિસ્તાને ભારતના રહેણાંક વિસ્તારો અને સંરક્ષણ મથકો પર હુમલો કર્યો. 9 મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના 11 એરબેઝ અને સંરક્ષણ મથકો તોડી પાડ્યા.આ પછી, પાકિસ્તાન લડવાની સ્થિતિમાં નહોતું. પાકિસ્તાને અમારા DGMO ને ઘૂંટણિયે પડીને બોલાવ્યા કે હવે તમે દયા કરો અને હુમલાઓ બંધ કરો.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!