સાબરકાંઠા: કાનપુર શાળામાં શિક્ષકના લંપટવેડાનો પર્દાફાશ, 160 વિદ્યાર્થીઓ મેદાને

શાળાના કમ્પાઉન્ડમાં ધોરણ 1 થી 8 ના 160 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ મેદાનમાં બેસીને શિક્ષકને હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ અભ્યાસ પણ બંધ કરી દીધો હતો.

સાબરકાંઠા, શુક્રવાર
જિલ્લાની કાનપુર શાળા એક અજીબ વિવાદમાં ફસાઈ ગઈ છે. અહીં એક શિક્ષકના અશોભનીય વર્તન અને નશાની આદતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી માહોલ ગરમાયેલો છે. શાળાના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એકઠા થઈને શિક્ષકના લંપટવેડા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. વાલીઓ અને SMC (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) દ્વારા આ શિક્ષકને હટાવવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.

શિક્ષક સામે વિદ્યાર્થીઓનો હલ્લાબોલ
કાનપુર શાળાના કુલ 160 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક હરેશ પટેલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હરેશ પટેલ શાળામાં વ્યસન કરીને આવે છે અને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઈલમાં જ મસ્ત રહે છે. આ નશાખોર શિક્ષક તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમની રોજિંદી આવી કરતૂતોના કારણે તેમને ભણવાની જ ઈચ્છા થતી નથી. વિદ્યાર્થીઓની આ ફરિયાદ બાદ તેમના વાલીઓએ પણ શાળા સંચાલકોને સમગ્ર મામલાની જાણ કરી હતી. જોકે, શાળા સંચાલકોએ આ બાબત પર પૂરતું ધ્યાન ન આપતા આખરે વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે મળીને શાળામાં હલ્લાબોલ કર્યો.

લંપટ શિક્ષકની તત્કાલ બદલીના આદેશ
શાળાના કમ્પાઉન્ડમાં ધોરણ 1 થી 8 ના 160 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ મેદાનમાં બેસીને શિક્ષકને હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ અભ્યાસ પણ બંધ કરી દીધો હતો. આ સમગ્ર મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચતા જ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. શિક્ષણ વિભાગે ગણતરીના કલાકોમાં જ બદલીનો આદેશ આપી દીધો. સૌ ભણે, સૌ આગળ વધે ના હેતુથી કાર્યવાહી કરતા શિક્ષણ વિભાગે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હરેશ પટેલની પોશીના તાલુકાની નાડા શાળામાં બદલીના આદેશ આપ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!