ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની નવી પહેલ

ગુજરાત સરકારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે એક નવી પહેલ કરી છે. બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (BRC) દ્વારા ખેડૂતોને તેમના ઘરઆંગણે જ પ્રાકૃતિક ઇનપુટ્સ ઉપલબ્ધ કરાવી, ખેતીનો ખર્ચ ઘટાડવા અને આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાણો આ યોજનાની વિગત, કોણ અરજી કરી શકે અને સરકાર તરફથી કેટલી સબ્સિડી મળશે.

ગાંધીનગર, બુધવાર
ગુજરાત સરકાર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક પછી એક નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવો, જમીનની ક્વોલિટી જાળવવી અને આવકમાં વધારો કરવો, એ આ પહેલનો મુખ્ય હેતુ છે. આ દિશામાં એક મહત્ત્વનું પગલું એટલે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (BRC). આ સેન્ટર ખેડૂતોને તેમના ઘરની નજીક જ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ઇનપુટ્સ સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.

BRC શું છે અને તેના મુખ્ય ઉદ્દેશો?
બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર એક એવું યુનિટ છે, જ્યાં પ્રાકૃતિક ખેતી માટેના તમામ પ્રકારના ઇનપુટ્સનું પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન થાય છે. સામાન્ય રીતે આ સેન્ટર્સ ક્લસ્ટર લેવલ પર સ્થાપવામાં આવે છે. આનો મુખ્ય ગોલ ખેડૂતોને બાયો અને પરંપરાગત પ્રાકૃતિક ઇનપુટ્સ સહેલાઈથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ સેન્ટર્સનો ઉદ્દેશ ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વાળવાનો, પ્રોડક્શન માટે બેઝિક સપોર્ટ આપવાનો, ખેતીનો ખર્ચ ઘટાડીને ઉપજની ક્વોલિટી સુધારવાનો છે.

કોણ અરજી કરી શકે?
આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિગત ખેડૂત, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO), સામાજિક સંસ્થા (NGO), અથવા મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) અરજી કરી શકે છે. અરજી માટે ખેડૂતોએ http://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જઈને “ATMA / ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ” સેક્શનમાં જવાનું રહેશે અને પ્રાકૃતિક કૃષિ માટે રિસોર્સ સેન્ટર બનાવવા માટેની સહાય યોજના પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.

BRC સ્થાપવા માટે સરકાર તરફથી શું સહાય મળશે?
સરકાર બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર સ્થાપવા માટે સબ્સિડી આપે છે.
ગૌશાળા, કો-ઓપરેટિવ સંસ્થા અને FPO જેવી સંસ્થાઓને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 1,20,000ની સહાય મળે છે. આ સહાયમાં 10,000 લિટરની PVC ટેન્ક, 400 ચોરસ ફૂટનું પાકું પ્લેટફોર્મ, સ્ટિરર, પ્લાસ્ટિક કેન, ડોલ, અને અન્ય એક્સપેન્સનો સમાવેશ થાય છે.
ખેડૂત ગ્રુપ, સખીમંડળ અને વ્યક્તિગત ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 60,000ની સહાય મળે છે. આ સહાયમાં 5,000 લિટરની ટેન્ક, 200 ચોરસ ફૂટનું પાકું પ્લેટફોર્મ, સ્ટિરર, પ્લાસ્ટિક કેન અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.
અરજી કરતી વખતે ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલ પર જમીન દસ્તાવેજ, આધાર કાર્ડ, બેંક ડિટેલ્સ અને ગાયના ટેગ નંબર જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.

ખેડૂતોને શું ફાયદો થશે?
* ક્વોલિટી ઇનપુટ્સ: ખેડૂતોને સારી ગુણવત્તાવાળું ફર્ટિલાઇઝર અને ઇનપુટ્સ ઉપલબ્ધ થશે, જેનાથી ખોટા પ્રોડક્ટ્સથી બચી શકાશે.
* ખર્ચ અને સમયની બચત: પોતાના ખેતરમાં ઇનપુટ્સ બનાવવાની મહેનત અને સમય બચશે.
* ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ઘટાડો: નજીકમાં જ ઇનપુટ્સ ઉપલબ્ધ થવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ બચશે.
* સારું પ્રોડક્શન: ઓછા ખર્ચે સારી ક્વોલિટીનું પ્રોડક્શન મેળવી શકાશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!