ભિલોડામાં દીપડાનું રસ્તા પર રાજ, રાયસિંગપુર ઘાટીમાં લોકોમાં ફફડાટ

સાબરકાંઠાના ભિલોડા તાલુકાના રાયસિંગપુર ઘાટીમાં રસ્તા પર દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ ફેલાયો. કાર ચાલકે હોર્ન વગાડવા છતાં દીપડો ન ભાગ્યો, વિડીયો વાયરલ. વધુ જાણો. 

સાબરકાંઠા, સોમવાર
સાબરકાંઠાના ભિલોડા તાલુકામાં રાયસિંગપુર ઘાટીના રસ્તે શનિવારે સાંજે 6:45 વાગ્યે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો. એક દંપતી કારમાં મુસાફરી કરી રહ્યું હતું ત્યારે રસ્તાની વચ્ચે દીપડો ઊભો હતો. કાર ચાલકે દીપડાને ભગાડવા 2 મિનિટ સુધી હોર્ન વગાડ્યું, પરંતુ દીપડો બિન્દાસ ઊભો રહ્યો અને પછી ધીમે ધીમે જંગલમાં ચાલ્યો ગયો. આ ઘટનાનો વિડીયો ચાલકે મોબાઈલમાં કેદ કરી, સલામતીની ચેતવણી તરીકે સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ કર્યો.

ભિલોડાના કુંડોલ, રાયસિંગપુર, ઝીંઝુડી અને જેતપુરના જંગલ વિસ્તારમાં દીપડો લાંબા સમયથી પશુઓનું મારણ કરતો હોવાની ફરિયાદો સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે. આ ઘટનાએ ડુંગરને અડીને વસતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો છે. ખાસ કરીને, સાંજના સમયે એકલા ચાલતા રાહદારીઓ માટે જોખમ વધી ગયું છે. સ્થાનિકો હવે વન વિભાગ પાસે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી રહ્યા છે, જેથી આવી ઘટનાઓ અટકે અને લોકોની સલામતી સુનિશ્ચિત થાય.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!