સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ, PCB-SOGની રેડમાં એક શખ્સની ધરપકડ

સુરતના અડાજણમાં PCB-SOGની સંયુક્ત કાર્યવાહીમાં નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ. પ્રતિક શાહની ધરપકડ સાથે યુકે, કેનેડા સહિતના દેશોના નકલી વિઝા સ્ટીકર જપ્ત. વધુ જાણો આ ચોંકાવનારા ખુલાસા વિશે.

સુરત, મંગળવાર
ગુજરાતમાં નકલી વસ્તુઓનો સિલસિલો યથાવત રહ્યો છે. નકલી ખાદ્ય પદાર્થો, પોલીસ, કોર્ટ અને ટોલ પ્લાઝા બાદ હવે સુરતમાં નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. સુરતના PCB અને SOG દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ ગેરકાયદે ગોરખધંધો ઝડપાયો.

અડાજણ વિસ્તારમાંથી પોલીસે પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી, જે આ નકલી વિઝા ફેક્ટરીનો માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસને યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના અન્ય દેશોના નકલી વિઝા સ્ટીકર મળી આવ્યા. આ ઉપરાંત, પ્રતિક શાહની પાસેથી 5 નકલી વિઝા સ્ટીકર પણ જપ્ત કરવામાં આવ્યા.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકર દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો. આ નેટવર્ક દ્વારા ઘણા લોકો ગેરકાયદે રીતે વિદેશ જવાના પ્રયાસમાં હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!