- ફેકટરીના સિક્યુરિટી અને કર્મચારીઓને બંધક બનાવ્યા
- ચોરી કરવા આરોપીઓએ પોતાના નામ પણ બદલી નાખ્યા
ગાંધીનગર, શુક્રવાર
મોઘવારીના આ સમય માં તાજેતરમાં રાજ્યમાં ચોરી અને લૂંટની ઘટનાઓ નું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ હાલ ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં લૂંટ અને ધાડની ઘટના બની હતી.જેમાં લુટારુઓ એ ફિલ્મી ઢબે લુંટને અંજામ આપ્યો હતો. .અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
પ્રાપ્ત સમાચાર મુજબ સાંતેજની એક ફેક્ટરીમાં લુટારુઓએ કોપરના કેબલની લૂંટ કરવાની યોજના બનાવી હતી. જે મુજબ તેમને આ યોજના પૂરી પાડવા માટે સૌ પ્રથમ ફેક્ટરીના સિક્યુરિટી અને કર્મચારીઓને બંધક બનાવ્યા બાદ આ સમગ્ર લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. વળી તે માટે તેમણે પોતાના નામ પણ બદલી નાખ્યા હતા. આરોપીઓ જે કોપરના કેબલની લૂંટ કરવાના હતા તેને લાવવા લઈ જવા માટે તેમણે એક ટ્રક પણ ભાડે લીધો હતો. જેમાં આશરે 40 લાખથી વધુની કિંમતના કોપરના વાયર લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા.
મળતી માહિતી મુજબ ગાંધીનગરના સાતેજ લૂંટ કેસના માસ્ટર માઈન્ડ 1-2 નહિ પણ 13-13 લૂંટારુઓ હતા. જેમણે કેબલ બનાવતી કંપનીમાં રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ એટલા હોશિયાર હતા કે લૂંટ ચલાવ્યા બાદ તેમણે લૂંટ કરેલા માલને અન્ય ગોડાઉનમાં સંતાડી દીધા બાદ તેને બારોબાર અન્ય વેપારીને વેચી દીધો હતો. ઉપરાંત આ સિવાય પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકે તે માટે લુટારુઓએ કંપનીના CCTV તોડી નાખ્યાં હતાં અને DVR પણ ઉઠાવી ગયા હતા.
વધુમાં લુટારુઓ લુંટ કર્યા બાદ માલ લઇ જવા માટે મુખ્ય રસ્તાના બદલે કાચો રસ્તો પસંદ કરી માલને સગેવગે કર્યો હતો. આમ કોઈ ફિલ્મથી પ્રેરણા લઈને લુંટ કરી હોય એમ સામે આવ્યું હતું. જે મુજબ આ આરોપીઓએ પોલીસને બીજાએ દોરવા માટે તેમના ઓરીજીનલ નામ છુપાવીને મુસ્લિમ નામ રાખ્યા હતા. આમ આ લુંટની સમગ્ર ઘટના ક્રમ જોઇને એકવાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે પુષ્કળ મહેનત બાદ આખરે આ ગેંગના 5 આરોપીઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી ઝડપાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે, વળી કુલ 13 માંથી 5 આરોપીઓ જ ઝડપાયા છે.ઉપરાંત મોટાભાગનો મુદ્દામાલ પણ હજુ રિકવર કરવાનો બાકી છે. જેને રીકવર કરવા તેમજ ફરાર આરોપીઓને ઝડપવા સાંતેજ પોલીસે પોતાની અલગ અલગ ટીમો કાર્યરત કરી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો