- અકસ્માતની જાણ થતાં દહેગામ પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી
- મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો
રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દહેગામ પાસે વાસણા રાઠોડ રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર માતા- પુત્ર સહીત ત્રણને ઈજાઓ પહોંચી હતી જેમાં મહિલાનું મોત થયું છે અકસ્માત સર્જાતા આસપાસથી લોક ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોબ સ્થળ પર દોડી આવી હતી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતકના પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દહેગામ પાસે અકસ્માતમાં પુત્રની નજર સામે માતાનું મોત
મળતી વિગતો અનુસાર દહેગામ પાસે વાસણા રાઠોડ રોડ પર શેરડી ફાર્મ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર માતા- પુત્ર સહીત ત્રણને ઈજાઓ પહોંચી હતી જેમાં અકસ્માતમાં હરખજીના મુવાડા ગામના હિરલબેન રાજેશભાઈ ડોડીયાનું ઘટના સ્થળે મોત થયું છે જયારે બાઈક ચાલક દિપેશ રાજેશભાઈ ડોડીયાને ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા છે. તો ભોઈ વડોદરા ગામના બાઈક સવાર અનિલભાઈ ભાઈને પણ ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલ મારફતે સવાર અર્થે દહેગામ સરકારી દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બાદમાં વધુ ઇજાગ્રસ્ત હોવાથી ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં દહેગામ પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.દહેગામ પાસે અકસ્માતમાં પુત્રની નજર સામે માતાનું મોત