- ચિલોડા પોલીસ મથકે પરણિતાએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
- સાદરાની પરણિતાને પોતાની વાતોમાં ફસાવીને તેના નામનું સીમ કાર્ડ પણ લીધું
- નવું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને તેનો દૂર ઉપયોગ કર્યો
ગાંધીનગર ,રવિવાર
ગાંધીનગર તાલુકાના સાદરામાં રહેતી એક પરણીતાનો સોશિયલ મીડિયા ઉપર સંપર્ક કર્યા બાદ અમરેલીના વિધર્મી યુવકે તેને પોતાની વાતોમાં ફસાવીને પરણીતાના નામનું સીમકાર્ડ મેળવી લીધું હતું. બાદમાં સોશિયલ મીડિયા ઉપર પરણીતાના નામે નવું એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટથી પરણીતાના પતિ અને સાસરિયાઓને અગાઉના પ્રેમ સંબંધના ફોટા મોકલી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે પરણિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.