Gujarat

રાજકોટ નજીક 2.9નો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

રાજકોટ નજીક 2.9નો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

- રાજકોટ નજીક આવેલા શાપર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ધરતી ધ્રૂજી 
- આંચકાની તીવ્રતા 2.9 નોંધાઈ છે
- ગઈકાલે કચ્છનું ખાવડા 3.7ની તીવ્રતા સાથે ધ્રૂજ્યું હતું

રાજકોટ, શુક્રવાર 

  કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. એમાં પણ 18 એપ્રિલે ગુરુવારે આવેલો આંચકો 3.7ની તીવ્રતાનો હતો. જ્યારે આજે શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટ નજીક આવેલા શાપર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ધરતી ધ્રૂજી હતી. આંચકાની તીવ્રતા 2.9 નોંધાઈ છે. શાપર અને આસપાસના વિસ્તારમાં આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  રાજકોટની ભાગોળે આવેલા શાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 મપાઈ હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે.

  ભીષણ ગરમીના વધતા પ્રકોપ વચ્ચે કચ્છના પેટાળમાં પણ ઉષ્માનો વધારો થતો હોય એમ અઠવાડિયામાં ત્રણ વખત લઘુતમ સ્તરના આંચકાથી જિલ્લાની ધરા કંપી ઊઠી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું હતું. ગુરુવારે બપોરે 1.36 મિનિટે દુર્ગમ ખાવડાથી 30 કિમિ દૂર ભારત-પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 

  સતત આવતા રહેતા આંચકાના પગલે લોકોમાં ભૂકંપનો ભય પણ યથાવત્ છે. ભૂકંપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકા સતત પોતાની હાજરી પુરાવતા રહે છે. સદભાગ્યે આફ્ટર શોકના કારણે જાનમાલની કોઈ જ નુકસાન પહોંચ્યું નથી, પરંતુ લોકમાનસમાં ભૂકંપનો ડર કાયમ બની રહે છે. છેલ્લા પંદર દિવસમાં આવેલા આંચકા પર નજર કરીએ તો વર્તમાન માસની તા.4ના સવારે 9.12 મિનિટે ભચાઉ નજીક 2.9, તા. 14ના પરોઢે 5.8 મિનિટે ખાવડા નજીક 2.9, બુધવારે 17 એપ્રિલે બપોરે 2.51 મિનિટે 2.8 અને ગુરુવારે 18 એપ્રિલે બપોરે 1.36 મિનિટે 3.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. લગાતાર આવતા રહેતા આંચકાનો સિલસિલો આજદિન સુધી યથાવત્ રહેવા પામ્યો છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાજકોટ નજીક 2.9નો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા