District

રિસાયેલ પત્નીને લેવા જતા યુવક પર સાળા-સાઢુ સહીત 3 જણાએ કર્યો હુમલો 
 

રિસાયેલ પત્નીને લેવા જતા યુવક પર સાળા-સાઢુ સહીત 3 જણાએ કર્યો હુમલો 
 

- લોખંડની પાઇપ તેમજ લાકડી વડે માર મારી ગાડીના કાચ પણ તોડી નાખી નુકસાન પહોચાડ્યું 
- તેઓએ ઇન્ફોસિટી પોલીસ મથકે ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી  

ગાંધીનગર, શનિવાર 

  ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા યુવક પર સગા સાળા-સાઢુએ લાકડી તેમજ લોંખડની પાઇપ દ્વારા હુમલો કર્યો છે રિસાયેલ પત્નીને લેવા જતા ત્રણ જણાએ તેમની પર ઉશ્કેરાઈ જઈ જેમતેમ ગાળો બોલી લોખંડની પાઇપ તેમજ લાકડી વડે માર મારી ગાડીના કાચ પણ તોડી નાખી નુકસાન પહોચાડ્યું છે, આથી તેઓએ ઇન્ફોસિટી પોલીસ મથકે ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  ગોવિંદભાઈ ઈશ્વરભાઈ રાવળે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ હાલ સત્યમેવ સર્વિસ રોડ કુડાસણ ગાંધીનગર ખાતે રહે છે અને તેઓ રાધે એમ્પાયરની સામે સર્વિસ રોડ ઉપર ચાની કીટલી ચલાવી છે અને તેમની પત્નીનું નામ મંજુબેન છે. અને તેમને સંતાનમાં એક પુત્ર તેમજ એક પુત્રી છે. ગઈ 7 નવેમ્બરના રોજ તેમના પત્ની મંજુબેન સાથે જમવાનું બનાવવા બાબતે બોલા ચાલી થતા તેમના પત્ની મંજુબેન અને તેમના બંને બાળકો રિસાઈને સનફ્લાવર કુડાસણની બાજુમાં રહેતા તેમના સાઢુ વિનોદભાઈ લેબાભાઈ રાવળના ઘરે જતા રહેલા. જેથી રાત્રીના આશરે 9:30 વાગે તેઓ તેમના સાઢુ વિનોદભાઈના ઘરે તેમની પત્નીને લેવા ગયેલ તે વખતે તેમના સાઢુ વિનોદભાઈ લેબાભાઈ રાવળ તથા તેમના સાળા ચંદુભાઈ બાબુભાઈ રાવળ તેમજ અરુણ તેમની ઉપર એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે તું મંજુબેન ને કેમ હેરાન કરે છે તેમ કરી તેમને જેમ તેમ ગાળો બોલવા લાગેલ. જેથી તેઓએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય જણા લોખંડની પાઇપ તેમજ લાકડી વડે તેમની પર હુમલો કર્યો હતો ,અને તેમને ગંભીરે રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. અને તેમની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. બાદમાં  તેમના ભત્રીજા ચેતનભાઇ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે લાવેલ છે. આથી તેઓએ ત્રણે આરોપી વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

રિસાયેલ પત્નીને લેવા જતા યુવક પર સાળા-સાઢુ સહીત 3 જણાએ કર્યો હુમલો