District

ખેડાના ચકચારી સીપરકાંડ મામલે થયો મોટો ખુલાસો : મૃતકનું પોસ્ટમોર્ટમ ન કર્યું હોવાનો આક્ષેપ

ખેડાના ચકચારી સીપરકાંડ મામલે થયો મોટો ખુલાસો : મૃતકનું પોસ્ટમોર્ટમ ન કર્યું હોવાનો આક્ષેપ

- બે હોસ્પિટલોએ મૃતકનું પોસ્ટમોર્ટમ જ ન કર્યું
- 7 લોકોના થયા હતા મોત

 

 

ખેડા, શક્રવાર

  ખેડા જિલ્લામાં થયેલા સીપર કાંડને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ખેડા કલેકટર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે, જેની માહિતી ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.ધ્રુવેએ આપી હતી. જે મુજબ નડિયાદની જાણીતી હોસ્પિટલોની બેદરકારી સામે આવી હતી.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાનો ચકચારી સીરપ કાંડ માં મૃતકોના પોસ્ટ મોર્ટમ નહિ કરાયાનો ઘટસ્ફોટ થયો છે. જેનો  ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીએ મોટો ખુલાસો કર્યો હતો.જેમાં ખેડાની વેદ હોસ્પિટલ અને મહા ગુજરાત હોસ્પિટલે મૃતકનું પોસ્ટમોર્ટમ ન કર્યું હોવાનો ખુલાસો થયો. જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલને 2 વખત નોટિસ પણ  પાઠવી હતી. જે બાદ હોસ્પિટલે આપેલા ખુલાસાનો અભ્યાસ કરીને જિલ્લા આરોગ્ય અધિકારીએ કલેક્ટરને પત્ર લખ્યો. આ પત્રમાં હોસ્પિટલની બેદરકારીની સ્પષ્ટ  રજૂઆત કરવામાં આવી છે. અને તે બદલ  હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નડિયાદના મોકમપુરામાંથી સીરપની ફેકટરી ઝડપાઈ હતી. ત્યારબાદ  વેદ અને મહાગુજરાત હોસ્પિટલમાં 7 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ હોસ્પિટલ દ્વારા આ મૃત્યુની માહિતી છુપાવી હતી.એક પ્રોટોકોલ મુજબ કોઈપણ હોસ્પિટલ માં અકસ્માત કે ગુના સંબધિત કેસ દાખલ કરવામાં આવે તો પોલીસને તેની જાણ આપવી જરૂરી હોય છે આમ છતાં કેફી પીણાં થી મોતને ભેટેલા લોકોની માહિતી પોલીસ ને આપવામાં આવી નહતી. જે અત્યંત ગંભીર  મામલો છે.  જે મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેની રાહ જોવાય છે. 

ગુજરાતના, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વોટ્સએપ પર મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

ખેડાના ચકચારી સીપરકાંડ મામલે થયો મોટો ખુલાસો : મૃતકનું પોસ્ટમોર્ટમ ન કર્યું હોવાનો આક્ષેપ