- સગીરા સાથે યુવક લગ્ન કરવા માંગતો હોવાથી તેણે જ ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કર્યા હતા
- ફરીયાદ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
- સગીરા સાથે યુવક લગ્ન કરવા માંગતો હોવાથી તેણે જ ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કર્યા હતા
- ફરીયાદ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા છતા પણ તમારું ફેક આઈડી બની શકે છે. ગાંધીનગરની યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફોટો વાયરલ કરનાર પૂર્વ પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
ડભોડા પોલીસ સ્ટેશને મહિલાએ ફરીયાદ નોંધાવી હતી છે કે, તેમની સગીર વયની દીકરી થલતેજની સ્કૂલમાં ધોરણ - 12 માં અભ્યાસ કરે છે. જેનું રીઝલ્ટ પણ આવી ગયેલ છે અને હાલ IELTS નો કોર્સ કરી રહી છે. બે વર્ષ અગાઉ સગીરાને પ્રાંતિયા ગામના યુવક સાથે સંબંધ હતો અને તેની સાથેના ફોટા યુવકનાં મોબાઇલ ફોન સિવાય કોઈની પાસે નહોતા. બાદમાં સગીરાએ યુવક સાથેના સંબંધોનો અંત લાવી ચારેક મહિનાથી તેનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સગીરા ક્યારેક ક્યારેક યુવક સાથે વાતચીત કરતી રહેતી હતી. ત્યારે 1 સપ્ટેંબરની રાત્રે સગીરાને માલુમ પડયું હતું કે, કોઇએ તેના નામનું ઇન્ટ્રાગ્રામમાં ફેક આઈડી બનાવી તેણીનો ઓપન ફોટો મૂકવામાં આવેલો છે.
જે બાબતે સગીરાએ પૂછતાંછ કરતાં યુવકે નનૈયો ભણી દીધો હતો. એવામાં ત્રીજી સપ્ટેંબરના રોજ ફરીવાર સગીરાનો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. આખરે મહિલાએ પોતાની દીકરી સાથે યુવક લગ્ન કરવા માંગતો હોવાથી તેણે જ ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કર્યા હોવાની ફરીયાદ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો