District

ગાંધીનગરમાં ખાનગી કંપનીની મહિલા અધિકારીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવાનો વખત આવ્યો, ટ્રેન નીચે પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો
 

ગાંધીનગરમાં ખાનગી કંપનીની મહિલા અધિકારીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવાનો વખત આવ્યો, ટ્રેન નીચે પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો
 

- ગાંધીનગરમાં ખાનગી કંપનીની મહિલા અધિકારીને તરછોડી પતિ ફરાર થઇ ગયો 
- મહિલા અધિકારી નજીકના રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મુકીને આપઘાતની તૈયારીમાં હતા અને સ્ટાફ પહોંચી ગયો હતો અને તેમનો જીવ બચાવી લીધો 

ગાંધીનગર, બુધવાર 

    ગાંધીનગરના કલોલ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલા અધિકારી અને તેના બે વર્ષના પુત્રને પ્રેમ લગ્નના પાંચેક વર્ષ પછી પતિ તરછોડીને પોતાના વતન ઉત્તરપ્રદેશ ભાગી ગયો છે. જેનાં પગલે એકલતા કોરી ખાતા મહિલા અધિકારીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

    કલોલમાં મહિલા અધિકારીને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરીને પસ્તાવાનો વખત આવ્યો છે. કલોલની ખાનગી કંપનીના કેમિકલ પૃથક્કરણ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના મહિલા અધિકારીને વતનના યુવક સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. જો કે બંનેના પરિવારજનો પ્રેમના વિરોધી હોવાથી પ્રેમી પંખીડાએ ભાગી ગયા હતા. બાદમાં પ્રેમ લગ્ન કરીને બંને જણાંએ કલોલ ખાતે ઘર સંસાર માંડ્યો હતો. જીવનની નવી ઇનિંગ શરૂ થતાં જ બંને જણાએ ઉજળા ભવિષ્યની આશાએ કલોલની ખાનગી કંપનીમાં ચારેક વર્ષ અગાઉ નોકરી શરૂ કરી દીધી હતી. જો કે પત્ની ભણેલી ગણેલી હોવાથી સમય જતાં ધીમે ધીમે કંપનીમાં પ્રમોશન મળવા લાગ્યા હતા. જેનાં ભાગરૂપે હાલમાં તેઓ કંપનીના કેમિકલ પૃથક્કરણ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી ગયા છે. જ્યારે પતિ કંપનીમાં સામાન્ય પોસ્ટ ઉપર નોકરી રહી ગયો હતો.

    આ લગ્ન જીવનથી તેઓને બે વર્ષનો દિકરો પણ છે. જો કે સુખી લગ્ન જીવનને કોઈની નજર લાગી ગઈ હોય એમ પતિ દારૂની લતે ચઢી ગયો હતો અને નોકરી ઉપર પણ ધ્યાન આપતો નહીં. પરંતુ કંપનીના ડાયરેક્ટર પછીની પોસ્ટ ઉપર બિરાજમાન પત્નીના કારણે તેની નોકરી બચી જતી હતી. તેમ છતાં પતિ દારૂના રવાડે એવો ચડેલો કે સોસાયટીમાં પણ લથડિયાં ખાતો ખાતો ઘરે પહોંચતો હતો. એક મહિલા અધિકારી તરીકે સ્વાભાવિક રીતે પત્નીને પતિની કરતૂતથી નીચું જોવાનો વખત આવ્યો હતો, પરંતુ પતિ સુધારવાનું નામ લેતો નહીં. આ મુદ્દે દસેક દિવસ અગાઉ પતિ પત્ની વચ્ચે જોરદાર માથાકૂટ થઇ હતી. એ વખતે પત્નીએ કડવા બોલતા પતિએ પિત્તો ગુમાવી દીધો હતો અને એજ ઘડીએ પત્ની - દીકરાને તરછોડીને ઉત્તરપ્રદેશ રવાના થઈ ગયો હતો. પ્રેમ લગ્નના પાંચેક વર્ષ પછીએ તરછોડી દેતાં મહિલા અધિકારીને એકલવાયું જીવન જીવવાનો વખત આવી ગયો હતો.એટલે મહિલા અધિકારી રડતાં રડતાં કંપનીમાંથી નીકળી ગયા હતા. આ તરફ સ્ટાફને કઈ અજુગતું થવાનો અંદાજો આવી ગયો હતો. જેથી સ્ટાફે મહિલા અધિકારીની શોધખોળ આદરી હતી. આ અરસામાં મહિલા અધિકારી નજીકના રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મુકીને આપઘાતની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં સ્ટાફ પહોંચી ગયો હતો અને તેમનો જીવ બચાવી લીધો હતો. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરમાં ખાનગી કંપનીની મહિલા અધિકારીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવાનો વખત આવ્યો, ટ્રેન નીચે પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો