District

ગાંધીનગરના શિહોલી મોટીમાં મંજૂરી વગર ચલાવતા ઝીબ્રાટા ગેમઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ 
 

ગાંધીનગરના શિહોલી મોટીમાં મંજૂરી વગર ચલાવતા ઝીબ્રાટા ગેમઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ 
 

- કોઈપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ વિના શિહોલી મોટીમાં છ મહિનાથી ઝીબ્રાટા મનોરંજન પાર્ક (ગેમઝોન) ચાલતું હતું 

- ઝીબ્રાટા ગેમઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ 

ગાંધીનગર, રવિવાર 

  રાજકોટ અગ્નિકાંડ પછી નાગરિકો અસલામત રીતે રોજીંદી જિંદગી જીવી રહ્યા હોવાની ચિંતા સતાવતા ફાયર એનઓસી વિનાના ગેમઝોન, હોસ્પિટલો, મોલ, સ્કૂલ, કોલેજો, ભોજનાલય સહિતના એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં ગાંધીનગરના શિહોલી મોટીમાં મંજૂરી વગર ચલાવતા ઝીબ્રાટા ગેમઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  રાજકોટ અગ્નિકાંડની ગંભીર નોંધ લઈ ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારીએ પોતાની હદ વિસ્તારમાં ચાલતા ગેમઝોન દ્વારા દાખવવામાં આવેલ બેદરકારી સામે કડક કાર્યવાહી કરવા સ્ટાફને સૂચનાઓ આપવામાં આવેલી હતી.જેનાં ભાગરૂપે ચીલોડા પોલીસે ઉપરોક્ત ગેમ ઝોનમાં તપાસ કરતા જમીનની માલિકી કેશાભાઇ જોઇતાભાઈ પટેલ, તેમની પત્ની મંગુબેન તેમજ પુત્ર અલ્પેશની હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અલ્પેશનો દીકરો રાજકુમાર ગેમ ઝોન ચલાવતો હોવાની હકીકત પણ બહાર આવી હતી. આ ગેમઝોન કોઈપણ પરવાનગી કે લાયસન્સ વિના જ છ મહિનાથી શરૂ કરી દેવાયો હતો. આથી કોઈપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ વિના શિહોલી મોટીમાં છ મહિનાથી ઝીબ્રાટા મનોરંજન પાર્ક (ગેમઝોન) ચલાવતા કેશાભાઇ જોઇતાભાઈ પટેલ અને તેમની પત્ની તેમજ પુત્ર અને પૌત્ર વિરુદ્ધ ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

ગાંધીનગરના શિહોલી મોટીમાં મંજૂરી વગર ચલાવતા ઝીબ્રાટા ગેમઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ