- અચાનક જ રોડ વચ્ચે કૂતરું આવી જતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું
- કોન્સ્ટેબલને દહેગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા
દહેગામ, સોમવાર
અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, તેવામાં વધુ એક અકસ્માતે કોન્સ્ટેબલ યુવાનનો જીવ લીધો હતો. દહેગામ તાલુકાના હાલિસા ગામ ખાતે રહેતા અને ગાંધીનગર સેક્ટર - 7 માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવાનને ચિલોડા હાઇવે ઉપર મગોડી ગામના પાટીયા પાસે કૂતરું વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલને હોસ્પિટલથી રજા પણ આપી દીધી હતી. બાદમાં આજે સવારે અચાનક જ યુવાનનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કોન્સ્ટેબલના આકસ્મિક મોતના સમાચારથી પોલીસબેડામાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર