- આ ચકાસણી દરમિયાન ક્ષતિ જણાઈ આવેલા એકમોને સ્થળ ઉપર નોટીસ આપવામાં આવી
અરવિંદ અગ્રવાલ, દાંતા, શનિવાર
દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સેનિટેશન રાઉન્ડનું આયોજન કરાયું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમીક અધિકારીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી ડો.કિરણ ગમાર ના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકાના દાંતા અને અંબાજીમાં સેનિટેશન રાઉન્ડ દ્વારા તા ૦૬-૦૪-૨૦૨૪ ના હોટલ,પાર્લર,પાણીપૂરી નાસ્તાની લારીઓ ,તેમજ ઠંડાપીણાંની દુકાનોની સ્વચ્છતા તેમજ આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન ક્ષતિ જણાઈ આવેલા એકમોને સ્થળ ઉપર નોટીસ આપવામાં આવેલ તેમજ ગ્રામ પંચાયત દ્વારા દંડની રકમ વસૂલ કરવામાં આવેલ.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર