District

આદિવાડા ત્રણ રસ્તા વચ્ચે બેફામ ટ્રક હંકારતા ચાલકે એક્ટીવા ચાલકને અડફેટમાં લેતા જલુંદ ગામના યુવકનુ મોત

આદિવાડા ત્રણ રસ્તા વચ્ચે બેફામ ટ્રક હંકારતા ચાલકે એક્ટીવા ચાલકને અડફેટમાં લેતા જલુંદ ગામના યુવકનુ મોત

- આદીવાડા પાસે એક આઇશરની ટક્કરે એક્ટીવા ચાલક જલુંદ ગામના યુવકનુ મોત થયુ
- મૃતક યુવકને બે મહિનાનો એક દિકરો છે,દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી 

ગાંધીનગર, બુધવાર 

  રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં એક ટ્રક ચાલકે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લીધો હતો. જેના કારણે યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટના સામે આવતા પરિવારમાં પણ ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે.

   ગાંધીનગર શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનો ઉપર કંટ્રોલ આવતો નથી. ટ્રાફિક પોલીસ સહિતની ટીમ ખડે પગે રહેવા છતા વાહન ચાલકો બેફામ વાહન હંકારી રહ્યા છે. ત્યારે ગઈકાલે મંગળવારે બપોરના સમયે આદીવાડા પાસે એક આઇશરની ટક્કરે એક્ટીવા ચાલક જલુંદ ગામના યુવકનુ મોત થયુ હતુ. યુવક બપોરના સમયે નોકરી ઉપર આવી રહ્યો હતો.  મળતી માહિતી મુજબ ગાંધીનગરના જલુંદ ગામમાં રહેતો આશરે 25 વર્ષિય યુવક સુનિલસિંહ જામુસિંહ વાઘેલા શહેરના સેક્ટર 28 સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે ગઈકાલે મંગળવારે બપોરના સમયે તેનુ એક્ટીવા લઇને નોકરી ઉપર આવી રહ્યો હતો. તે સમયે આદીવાડા ચાર રસ્તા પાસે એક આઇશર નંબર જીજે 02 ઝેડ 8655ના ચાલકે બેફામ રીતે વાહન હંકારી એક્ટીવાને ટક્કર મારી હતી. જેમાં એક્ટીવા ચાલક યુવક રોડ ઉપર પટકાયો હતો. જેમાં શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી.

  જોગાનુજોગ આદીવાડામાં યુવકની સાસરી થતી હોવાથી જેમ જેમ લોકોને ખબર પડતા ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવમાં એક્ટીવા ચાલક યુવકનુ બનાવ સ્થળે જ મોત થઇ ગયુ હતુ. જેને લઇને લોકોમાં વાહન ચાલક સામે ભારોભાર રોષ જોવા મળ્યો હતો. બનાવ બાદ યુવકના મૃતદેહને ગાંધીનગર સિવિલમાં પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો. મૃતક યુવકને બે મહિનાનો એક દિકરો છે,  દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેને લઇને સગા સબંધીઓ અને સમગ્ર ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.તો આરોપી ફરાર ડ્રાઈવર વિરુદ્ધ મૃતક યુવકના પિતાએ સેક્ટર 21 પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

આદિવાડા ત્રણ રસ્તા વચ્ચે બેફામ ટ્રક હંકારતા ચાલકે એક્ટીવા ચાલકને અડફેટમાં લેતા જલુંદ ગામના યુવકનુ મોત