District

ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કરી લાખોની લાંચ માગવાના કેસમાં ફરાર પીઆઈની એસીબીએ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં

ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કરી લાખોની લાંચ માગવાના કેસમાં ફરાર પીઆઈની એસીબીએ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં

- સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બી. એમ. પટેલ એક સપ્તાહ બાદ સામે ચાલીને એસીબી કચેરીએ પહોંચ્યા હતા

- લાંચ કેસમાં કેટલી રાહત મળી શકે છે તેની જાણકારી મેળવવા પીઆઈ પટેલે પોતાના સાથી અધિકારીઓ અને વકીલો સાથે મીટિંગ કરી હોવાની એક ચર્ચા 
 

અમદાવાદ, મંગળવાર 

  શહેરમાં ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કરી લાખોની લાંચ માગવાના કેસમાં ફરાર પીઆઈની એસીબીએ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. 10 લાખ રૂપિયાની લાંચ માગવાના કેસમાં ગુજરાત એસીબીએ અગાઉ અમદાવાદ સાયબર સેલના બે પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી ચૂકી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બી. એમ. પટેલ એક સપ્તાહ બાદ સામે ચાલીને એસીબી કચેરીએ પહોંચ્યા હતા.

  10 લાખની લાંચ લેવાના કેસમાં 3 જૂનની સાંજથી ફરાર થયેલા પીઆઈ બાબુભાઇ માનસુંગભાઇ પટેલ 10 જૂનની બપોરે સામે ચાલીને શાહીબાગ સ્થિત એસીબી કચેરી દોડી આવ્યા હતા. એસીબીને અન્ય કોઈ ઠોસ પૂરાવાઓ હાથ ના લાગે તે માટે પીઆઈ બી. એમ. પટેલે એક સપ્તાહ સુધી છુપાતા રહ્યાં. લાંચ કેસમાં કેટલી રાહત મળી શકે છે તેની જાણકારી મેળવવા પીઆઈ પટેલે પોતાના સાથી અધિકારીઓ અને વકીલો સાથે મીટિંગ કરી હોવાની એક ચર્ચા છે. લાંચ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાથી બી. એમ. પટેલને અદાલતમાં રાહત મળે તેવી કોઈ જ સંભાવના ન હતી. ભૂતકાળમાં એસીબીના અનેક આરોપીઓ અદાલતના દ્વાર ખખડાવી ચૂક્યાં છે અને મોટાભાગના આરોપીઓને નિષ્ફળતા જ હાથ લાગી છે. વકીલોને લાખો રૂપિયા ફી ચૂકવ્યા બાદ પણ નિષ્ફળતા હાથ લાગે તેમ હોવાથી પીઆઈ પટેલ સામે ચાલીને એસીબી કચેરીના તપાસ અધિકારી પાસે દોડી ગયા હતા. ગત 12 એપ્રિલના રોજ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે જુગાર અટકાયતી અધિનિયમ 4, 5 હેઠળ એક શખ્સ સામે મોડી રાતે સવા અગિયાર કલાકે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ અનુસાર કૉન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, બોડકદેવ સિંધુ ભવનની સામે રહેતો શખ્સ Bullet 24 એપ્લિકેશન થકી લાઈવ મેચ જોઈને સટ્ટો રમાડી-રમી રહ્યો છે. પીએસઆઈ બી. સી. રાજોરા સ્ટાફે દરોડો પાડી એક લેપટોપ અને 4 મોબાઈલ ફોન કબજે લીધા હતા. પકડાયેલો શખ્સ ક્રિકેટના લાઈવ સેશનના ભાવ ફોન દ્વારા જણાવી સટ્ટો રમાડતો હોવાનું દર્શાવ્યું હતું. માહિતી અનુસાર ક્રિકેટ સટ્ટાના કેસમાં આરોપીને 12 એપ્રિલની રાતે નવેક કલાકે શાહીબાગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.પીએસઆઈ રાજોરા, ASI ગૌરાંગ અને પીઆઇ પટેલના કથિત વહીવટદાર HC અમથા પટેલે કેસ નહીં કરવા પેટે 50 લાખ રૂપિયા માગ્યા હતા. આરોપીએ આટલી મોટી રકમ આપવાની ના પાડતા આખરે નાની રકમમાં તુરંત જામીન મુક્ત કરવાનો સોદો થયો અને વહેલી પરોઢે 4 કલાકે આરોપીને ઘરે મોકલી આપ્યો હતો. ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યા બાદ સાયબર સેલના ભ્રષ્ટ પીઆઈ બાબુભાઇ માનસુંગભાઇ પટેલ એન્ડ કંપનીએ તોડનો સિલસિલો શરૂ કર્યો હતો.

  ક્રિકેટ બુકીના ફોનમાંથી મળી આવેલા સંપર્કો અને ચેટના આધારે એક પછી એક લોકોને અમદાવાદ સાયબર ક્રાઈમ બાંચ ખાતે બોલાવવાની અને તોડ કરવાની શરૂઆત થઈ હતી. બુકીને કેસમાંથી જલદી રાહત મળે તે માટે વહેલી ચાર્જશીટ કરવા પેટે પટેલ એન્ડ કંપનીએ લાખો રૂપિયાની લાંચ માગી હતી અને આખરે 10 લાખ નક્કી થયા હતા. અમદાવાદના એક વ્યાજખોરના ઈશારે પીઆઇ બી એમ પટેલએ ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો હોવાથી સાયબર ક્રાઈમના કેસના આરોપીએ ગુજરાત એસીબી નો સંપર્ક કર્યો હતો. ગત 3 જૂનના રોજ સાયબર ક્રાઈમ સેલના HC અમથા કુવરાભાઇ પટેલ અને ASI ગૌરાંગ દિનેશભાઇ ગામેતી 10 લાખની લાંચ લેવા સિંધુ ભવન હોલ પાસે પહોંચ્યા હતા. જ્યાં ટીમ એસીબીએ બંને લાંચીયા પોલીસ કર્મચારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા.એસીબીએ ટ્રેપ કરી હોવાની ગંધ આવી જતાં તોડકાંડના મહારથી પીઆઇ બીએમ પટેલ ઑફિસ-ઘર છોડીને ફરાર થઈ ગયા હતા. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કરી લાખોની લાંચ માગવાના કેસમાં ફરાર પીઆઈની એસીબીએ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં