District

AMC ગ્રીન કવર, ગ્રીન સિટી બનાવવાની વાતો કરે છે : વિપક્ષ 

AMC ગ્રીન કવર, ગ્રીન સિટી બનાવવાની વાતો કરે છે : વિપક્ષ 

- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈ "Beat the heat" નામનું કેમ્પેઇન ચલાવે છે

- જોકે બીજી તરફ વિકાસના નામે હજારો વૃક્ષો કાપવામાં આવે છે

અમદાવાદ, બુધવાર

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈ "Beat the heat" નામનું કેમ્પેઇન ચલાવે છે. જોકે બીજી તરફ વિકાસના નામે હજારો વૃક્ષો કાપવામાં આવે છે. વિપક્ષનાં નેતા શહેઝાદખાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, શહેરમાં બગીચાઓ-તળાવોની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે. તળાવ સુકાઈ ગયા છે તેની જાળવણી કરવામાં આવતી નથી. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ ચોમાસા બાદ આશરે 40 ટકાથી વધુ વૃક્ષો જાળવણી ન થતા બળી જાય છે. છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7251 વૃક્ષ કાપવા માટે મંજુરી આપવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  શહેઝાદખાને આક્ષેપ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટીને વાહવાહી લૂંટવા ફક્ત વૃક્ષો રોપવા અને બગીચાઓ બનાવવામાં જ રસ છે, પરંતુ વૃક્ષો કે બગીચાઓની સાર સાર સંભાળ, જાળવણી કરવામાં જરાય રસ નથી. શહેરમાં સતત વધી રહેલા કોંક્રિટના જંગલો વચ્ચે AMC ગ્રીન કવર, ગ્રીન સીટી બનાવવાની વાતો કરે છે, પરંતુ હાલમાં વૃક્ષો બળી રહ્યા છે અને તળાવો સુકાઈ ગયા છે. શહેરમાં હવા અશુદ્ધ છે અને શહેરના નાગરીકો આ ઝેરીલી હવા લઇ રહ્યા છે. જેના કારણે દિન પ્રતિ દિન શ્વાસ, દમ અને ફેફસાના દર્દીઓમાં વધારો થતો જાય છે જે શહેરના નાગરીકો માટે ચિંતાનો વિષય છે.AMCના ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે બજેટમાં કલીન સિટી, ગ્રીન સિટી, ઝીરો વેસ્ટ સિટી અને પોલ્યુશન ફ્રી સિટી તેમજ ડસ્ટ ફ્રી સિટી બનાવવાની ઘણા વર્ષોથી જાહેરાત તો થાય છે, પરંતુ તેની સામે માત્ર આંશિક અમલ થાય છે. આ કારણથી અમદાવાદ શહેરમાં દિવસે અને દિવસે હવાના પ્રદુષણની માત્રા સતત વધતી જાય છે. અમદાવાદ શહેરમાં Air Quality Index (AQI) દિવસે દિવસે ખરાબ થઈ રહ્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટનો પૂરો લાભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લઈ શકતી નથી જે વહીવટી નિષ્ફળતા બતાવે છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

AMC ગ્રીન કવર, ગ્રીન સિટી બનાવવાની વાતો કરે છે : વિપક્ષ