- 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નિકળ્યો
- આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો
દાહોદમાં ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો.
6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નિકળ્યો. આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બૂમાબૂમ કરતા આચર્યએ ક્રુરતા પૂર્વક માસૂમની હત્યા કરી હતી. જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મુકી દીધી હતી. પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, બાળકીની માતાએ સવારે પીપળીયા ગામેથી બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડી હતી. બાળકીને લઈને થોડી આગળ જઈને આચાર્ય દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે બાળકીએ બૂમાબૂમ કરતાં શૈતાન આચાર્યએ તેનું મોઢું દબાવીને હત્યા કરી નાંખી હતી. પોલીસ દ્વારા આચાર્ય અને શિક્ષકોની તેમજ વિધાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કોઇપણ વ્યક્તિએ બાળકીને શાળામાં આવતા જોઈ ન હતી. જે બાદ પોલીસ દ્વારા આચાર્યની આકરી પૂછપરછ કરતાં તેમજ મોબાઇલ ટાઈમ લાઈનની મદદથી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આટલું જ નહીં, શૈતાન આચાર્ય દ્વારા બાળકીને સાંજે શાળા છૂટે ત્યાં સુધી ગાડીમાં મૂકી રાખી હતી અને શાળા છૂટયા બાદ બાળકીને પાછળના ભાગે મૂકી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસ દ્વારા હત્યા તેમજ દુષ્કર્મ કરવાના પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદ ACBએ પોલીસ સહિતની જુદી-જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી, તે ઉપરાંત ડોગ સ્કવોડની મદદથી ઝીણવટ પુર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. આ અંગેની જાણ પોલીસને તથાં પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પુછપરછ કરતાં પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે, બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી કંઈ બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો અને શાળામાંથી છુટ્યાં બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી.
આચાર્ચની વાતો પોલીસને ગળે ન ઉતરતાં તેના મોબાઈલ ફોનનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું. જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો. આચાર્યએ કબુલ્યુ કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાં કરતાં બાળકી બુમાબુમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મુકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મુકી રાખી હતી. શાળા છુટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મુકી આવ્યો હતો
એસપી ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, 19 તારીખે બાળકીની લાશ મળી હતી. તે બાબતે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં શ્વાસ રૂધાવવાથી બાળકીનું મોત થયાનું સામે આવતા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાળામાં જઈ અલગ અલગ બાળકોની તેમજ અન્યોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવ્યું કે, આ બાળકી તે દિવસે શાળામાં હાજર ન હોતી. જેથી ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, આચાર્ય બાળકીને સ્કૂલે લઈ જવા ગાડીમાં બેસાડી હતી. જોકે, રસ્તામાં તેની સાથે દૂષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતું બાળકીએ બૂમાબૂમ કરતા તેણે બાળકીનું નાક અને મોઢું દબાવી દીધુ હતું. જેથી બાળકી બેહોશ થઈ ગઈ અથવા મરણ ગઈ હતી. પહેલા તો આચાર્યએ પોલીસને ઘણી ગુમરાહ કરી હતી. પરંતુ અંતે તેણે ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીને અડપલા કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો