Gujarat

કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ, કૃષિમંત્રી રાઘવજી પટેલે કલેક્ટરોને ઝડપી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો

કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ, કૃષિમંત્રી રાઘવજી પટેલે કલેક્ટરોને ઝડપી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો

- ખેતી પાકને થયેલા નુકસાનીનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવા આદેશ
- નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ મુકાશે
- આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો 

ગાંધીનગર, બુધવાર 

  કમોસમી વરસાદના કારણે ખેતી પાકને થયેલા નુકસાનીનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ મુકાશે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાના ધોરણે સર્વે કરવા આદેશ અપાયો છે. કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ આપ્યો છે.

   કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો.જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાનાં ધોરણે સરવે કરવા આદેશ કર્યો હતો. કમોસમી વરસાદથી થયેલા નુકશાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ કર્યો હતો. જેમાં તમામ જીલ્લા કલેક્ટર આ સરવે માટે ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરે તેવો આદેશ કૃષિમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. 

  પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં ફેલાયેલા કપાસ, એરંડા અને તુવેરના ઉભા પાકને વરસાદને કારણે અસર થઈ છે.  કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પાયમાલ થઇ ગયાં છે. કપાસ, ઘઉં, ચણા, જુવાર, ડુંગળી, મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આથી જિલ્લાવાર આજથી સરવેની કામગીરી શરૂ કરવામાં આવશે. 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય મળવા પાત્ર થશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, 2 દિવસમાં 236 તાલુકામાં વરસાદ થયો છે.

  112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. 34 તાલુકામાં 2 ઇંચથી વધુ નોંધાયો જ્યારે 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે અને છેલ્લી વીણમાં નુકસાન સામે આવ્યું છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. વધુમાં કહ્યું કે, 2 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર છે તેમજ 86 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. કપાસ,તુવેર અને એરંડામાં મોટું નુકસાન થયું છે. દિવેલાના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ હતી. કપાસ,એરંડા અને તુવેરમાં 20 થી 25 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. મોટા ભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. ત્રણ થી ચાર લાખ હેકટરમાં નુકશાન થયું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ, કૃષિમંત્રી રાઘવજી પટેલે કલેક્ટરોને ઝડપી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો