District

સારંગપુર-કાલુપુર બ્રિજ કરાશે બંધ, રિનોવેશનની કામગીરીને પગલે લેવાયો નિર્ણય

સારંગપુર-કાલુપુર બ્રિજ કરાશે બંધ, રિનોવેશનની કામગીરીને પગલે લેવાયો નિર્ણય

- કાલુપુર જતા શહેરીજનોની મુશ્કેલી અગામી દિવસોમાં વધારો થશે

- ટ્રાફિકથી છુટકારો સાથે સાથે અંદાજીત 464 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે

અમદાવાદ, રવિવાર

  અમદાવાદની જનતા તેમજ અમદાવાદ આવતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. કાલુપુર જતા શહેરીજનોની મુશ્કેલી અગામી દિવસોમાં વધારો થશે. આપને જણાવી દઇએ કે કાલુપુર-સારંગપુર બ્રિજ આગામી દિવસમાં બંધ કરાશે. રિનોવેશનની કામગીરીના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવશે. બંને બ્રિજના રીનોવેશન બાદ મળશે ટ્રાફિકથી છુટકારો સાથે સાથે અંદાજીત 464 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે અને આ બ્રિજને દોઢ વર્ષ સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ કારણે ટ્રાફિક પોલીસના જાહેરનામાને લઇને AMTS અને BRTSના રૂટને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. જેના પગલે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત BRTS બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ્ જતી અને ત્યાંથી પસાર થતી AMTS બસના 161 રૂટમાં ફેરફાર કરાયા છે તેમજ BRTSની બસ રૂટમાં પણ ફેરફાર કરાયા છે. AMTS, BRTSના બસ રૂટમાં કરાયેલા ફેરફાર અને રૂટ બંધ કરાયા છે તેને તારીખ 11 સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન થઈને પસાર થતી BRTS બસના સાત રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે બે રૂટને સદંતર બંધ કરવામાં આવ્યા છે.

 કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડીને તે જગ્યા પર નવુ અધત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી કરવાની છે. જેના પગલે આજથી ત્રણ વર્ષ સુધી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો રેલ્વે સ્ટેશન તરફ્નો એક સાઈડનો રસ્તો વાહન વ્યવહારની અવર જવર માટે બંધ રહેશે. જેથી તેની વિરુધ્ધ દિશાનો રોડ પર વન-વે તરીકે જ ઉપયોગ કરી શકાશે. કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરીના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જ્યારે આ રસ્તો બંધ રહેવાથી ટ્રાફ્કિની સમસ્યા ઘણી સર્જાશે. ત્યારે વૈકલ્પિક માગ તરીકે વાહનચાલકો સારંગપુર સર્કલથી પાંચકુવા થઈ રેલ્વે સ્ટેશન તથા કાલુપુર જવા માટે મોતીમહેલ થઈને જવુ પડશે.

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

સારંગપુર-કાલુપુર બ્રિજ કરાશે બંધ, રિનોવેશનની કામગીરીને પગલે લેવાયો નિર્ણય