District

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ, સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા : સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીનું નિવેદન

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ, સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા : સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીનું નિવેદન

- ચીનના ભેદી રોગ સામે અમદાવાદ સિવિલ સજ્જ
- સિવિલ હોસ્પિટલમાં કોવિડ સમકક્ષ તૈયારીઓ કરાઈ
- બાળકો માટે 300 બેડ આરક્ષિત રખાયા, 500 વેન્ટિલેટર કાર્યરત

અમદાવાદ, બુધવાર 

  ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યા બાદ હવે અમદાવાદ સિવિલમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવાયા છે. ચીનમાં ફેલાયેલી અણધારી બિમારીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. ચીનમાં આવેલા ભેદી રોગ બાદ ત્યાંની હોસ્પિટલો બાળ દર્દીઓથી ભરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં સૌ પ્રથમવાર ચાઈનામાં કોરોનાના કેસ સામે આવ્યા હતા.

  જે બાદ સમગ્ર વિશ્વ પર તેણે પોતાનું જોર જમાવ્યું હતું. ત્યારબાદ ફરી એકવાર ચીનમાં ગંભીર બીમારીની અસરો સામે આવી છે. જેમાં સામાન્ય લાગતા લક્ષણોને લઈને ન્યુમોનિયા અને ફ્લૂ જેવા રોગ થઈ રહ્યા છે. તથા આ રોગ બાળકોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લઇને બાળ દર્દીઓથી હોસ્પિટલ પરિસર ભરાવવા લાગ્યા છે. ત્યારે સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે. અને સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા છે.

  ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. 

  અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ પણ આ અજાણી બીમારીને લઈ નિવેદન આપ્યું છે. રાકેશ જોશીએ કહ્યું કે, આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ચીનમાં ફેલાતા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છીએ. બાળકોમાં H9N2 કેસ અને શ્વાસ સંબંધી રોગો પર નજર રખાઇ રહી છે. જેને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. 

 સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરનો પૂરતો જથ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ જણાય તો ડૉક્ટરને બતાવો. ઉધરસ અને શરદી જેવાં લક્ષણો જણાય તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. આ સાથે તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલોમાં તમામ તૈયારી કરવામાં આવી છે. તેમજ જરૂર જણાયે આઈસોલેશન વોર્ડ શરૂ કરાશે. રાકેશ જોશીએ કહ્યું કે, આ રોગ ભારતમાં આવે એવું નથી લાગતું. છતા પણ આપણે એનો સામનો કરવા સજ્જ છીએ.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ, સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા : સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીનું નિવેદન