Gujarat

દહેગામ તાલુકાના ધારીસણા અને જાલિયાનામઠ વચ્ચે બનાવેલ ગળનાળામાં ભ્રષ્ટાચારના એંધાણ
 

- નવા બનાવેલા ગળનાળામાં ભયજનક લોખંડ ઉપર દેખાઈ આવે છે જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે 

- સત્વરે આની તપાસ કરી નિરાકરણ લાવવામાં આવે તેવી લોક લાગણી
 

દહેગામ, મંગળવાર 

  દહેગામ તાલુકાના ધારીસણા અને જાલિયાનામઠ વચ્ચે બનાવેલ ગળનાળામાં ભ્રષ્ટાચાર થયો હોવાના એંધાણ જણાઈ રહયા છે. ધારીસણા ગામથી 1 કિ.મી દુર જાલિયાનામઠ રોડ ઉપર રાજેશ્વરી મિલની આગળ 3 થી 4 મહિના પહેલા બનાવેલ ગળનાળામાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે. નવા બનાવેલા ગળનાળામાં ભયજનક લોખંડ ઉપર દેખાઈ આવે છે જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે.  ધારીસણા ગામ અને આસપાસના તમામ ગામના લોકો દહેગામ જવા માટે જાલિયાનામઠ થઈ આ રસ્તે જતાં હોઈ લોકોની માંગણીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ચોમાસામાં અવરજવર માટે ગળનાળુ બનાવ્યું પણ ચોમાસા પહેલા જ ગળનાળામાં વાપરેલ લોખંડના સળિયા ઉપર ખુલ્લા થઈ ગયા છે. જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. કોન્ટ્રાકટર ની બેદરકારી ખુલ્લેઆમ દેખાઈ આવે છે. જ્યારે ગળનાળાની બન્ને સાઈડ બરાબર પુરાણ પણ કરવામાં આવેલ નથી. શું તંત્ર આનું કંઈ નિરાકરણ લાવશે કે પછી કોઈ અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું. 

  ગરનાળુ ખૂબજ જોખમી હોવાથી આજુબાજુના સીમ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ માટે પણ અવર જવરની ખૂબ મોટી મુશ્કેલી પડે છે. ગરનાળુ જોખમી હોવાથી અવર જવરમાં ડર રહેતો હોય છે. આથી સત્વરે આની તપાસ કરી નિરાકરણ લાવવામાં આવે તેવી લોક લાગણી છે. તમામ ગ્રામજનો ની એક જ માગ છે કે આ ગળનાળામાં વાપરેલ લોખંડ સિમેન્ટ અને માલસામાનની તપાસ થવી જોઇએ કે યોગ્ય રીતે ઉપયોગ કરેલ છે કે નહીં.જો યોગ્ય રીતે ઉપયોગ કરેલ છે તો લોખંડના સળિયા ઉપર કઈ રીતે દેખાય છે? ગળનાળામાં માલસામાન પણ હલકી ગુણવત્તાનું વાપરેલ છે .જે સ્થળ ઉપર દેખાઈ આવે છે. કપચી સિમેન્ટ અને લોખંડ પણ ઉપર છુટ્ટ થ્ઈ ગયેલ છે. જો આની તપાસ નહી થાય તો ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે છે.  ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

દહેગામ તાલુકાના ધારીસણા અને જાલિયાનામઠ વચ્ચે બનાવેલ ગળનાળામાં ભ્રષ્ટાચારના એંધાણ