Gujarat

અંબાલાલ પટેલની આગાહી : આગામી ત્રણ દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં કમોસમી માવઠાની શક્યતા 

અંબાલાલ પટેલની આગાહી : આગામી ત્રણ દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં કમોસમી માવઠાની શક્યતા 

- આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે

- મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે

અમદાવાદ, શુક્રવાર

  ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ પણ પડશે. રવિ સિઝનમાં જ લણણીના સમયે સંકટ તોળાઈ રહ્યું છે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે પંચમહાલ અને વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષોપના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. 

  ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. સખત ઠંડીને કારણે એક તરફ લોકો ઠુઠવાઈ રહ્યાં છે. ત્યાં બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ત્રણ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાત અંગે એવી આગાહી કરી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક-ક્યાંક છાટા પણ પડી શકે છે. જ્યારે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરી છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ વધારે રહેવાથી હજુપણ ઠંડી અનુભવાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડીમાં ઘટાડો થશે. 

  ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વરતાઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી 3 દિવસમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. આગામી 3 દિવસમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા રહેશે. જ્યારે અનેક ઠેકાણે કમોસમી વરસાદ પડી શકે છે. આજે લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા રાજ્યભરમાં ઠંડુગાર શહેર બન્યું છે. અમદાવાદમાં 8.6 ડિગ્રી, વડોદરામાં 12.8 ડિગ્રી, ભાવનગરમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી, રાજકોટમાં 8.5 તેમજ સુરતમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. (તસ્વીર પ્રતીકાત્મક છે)

ગુજરાતનાં સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ગાંધીનગર જિલ્લાના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અંબાલાલ પટેલની આગાહી : આગામી ત્રણ દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં કમોસમી માવઠાની શક્યતા