National
આનંદ મોહનને લાલુનો જાકારો-નીતિશનો આવકાર, બિહારમાં 'ચૂંટણીની ખીચડી' તૈયાર?
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
8, October 2023
- લાલુના ખાસ આનંદ મોહનની નીતિશ કુમાર સાથે મુલાકાત
- નીતિશ-આનંદ કઈ નવી રાજકીય વાનગી બનાવી રહ્યા છે?
પટના, રવિવાર
લોકસભા ચૂંટણીની તૈયારીઓ દેખાઈ રહી છે. પાર્ટીઓમાંથી નેતાઓની આવનજાવન શરૂ થઈ ચૂકી છે. વર્ષો સુધી સાથે રહ્યા બાદ હવે નેતાઓની એકબીજા પ્રત્યેની નારજગી અને રોષ બહાર આવી રહ્યા છે. ત્યાં જ નીતિશ કુમારે સોગઠી મારીને લાલુ કેમ્પમાં હલચલ મચાવી દીધી છે. લાલુ યાદવે પોતાને મળવા આવેલા પોતાના ખાસ અને પૂર્વ સાંસદ આનંદ મોહનને દરવાજેથી જ એવું કહીને રવાના કરી દીધા કે, 'મારો હવે સૂઈ જવાનો સમય થયો છે', પરંતુ આનંદ મોહન અટક્યા નહીં તેમણે તુરત જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની વાટ પકડી, તેમણે નીતિશ કુમાર સાથે મુલાકાત કરી, પરિણામે રાજકીય ગલીઓમાં તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે. આનંદ મોહન અને નીતિશની મુલાકાતમાં શું રંધાયું એ તો હજુ બહાર નથી આવ્યું પણ એટલું તો સ્પષ્ટ છે કે, જ્યારે બે રાજકીય ખેલાડીઓ મળે ત્યારે કંઈ મનોરંજનની વાતો નથી કરતાં હોતા, તેમની ચર્ચાના કેન્દ્રમાં રાજકારણ ચોક્કસપણે હોય છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
પૂર્વ સાંસદ આનંદ મોહન જેલયાત્રા કરી ચૂક્યા છે. લાલુ યાદવના શાસન દરમિયાન ગોપાલગંજના ડીએમ જી ક્રિષ્નૈયાની ગુંડાઓના ટોળાએ હત્યા કરી હતી. આ હત્યા કેસમાં આનંદ મોહનને મૃત્યુદંડની સજા અપાઈ હતી. જોકે બાદમાં ઉપલી કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી હતી. 16 વર્ષ જેલમાં રહ્યા બાદ બિહાર સરકારના નિર્ણયથી તેમની મુક્તિ શક્ય બની હતી. આનંદ લાલુના એટલા કરીબી હતા કે તેમની સરકારે આનંદ મોહનને બહાર કાઢવા માટે જાહેર સેવકોની હત્યાના ગુનેગારોને મુક્ત કરવા માટે જેલ મેન્યુઅલમાં સુધારો કર્યો હતો. તો પછી લાલુએ તેમને દરવાજેથી કેમ વળાવી દીધા?
આનંદ મોહનના પત્ની લવલી આનંદ અને પુત્ર ચેતન આનંદ હાલમાં લાલુ યાદવની આરજેડી પાર્ટીમાં છે. ચેતન આનંદ પણ ધારાસભ્ય છે. લવલી આનંદ આ વખતે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. બધું બરાબર ચાલી રહ્યું હતું. તો પછી વાંકુ ક્યાં પડ્યું?
થયું એવું કે, રાજ્યસભામાં સાંસદ મનોજ ઝાએ 'ઠાકુર કા કુઆં' નામની કવિતાનું પઠન કર્યું અને મામલો બિચક્યો. મનોજ ઝાના કવિતા પઠનની આનંદ મોહને સોશિયલ મીડિયા પર આકરી ટિપ્પણી કરી. આનંદ મોહને ત્યાં સુધી કહ્યું હતું કે જો તેઓ તે સમયે ગૃહમાં હોત તો મનોજ ઝાની જીભ બહાર કાઢીને ફેંકી દેત. બીજીબાજુ આનંદ મોહનની આ ટિપ્પણી બાદ લાલુ યાદવે અને તેજસ્વી યાદવે મનોજ ઝાને સમર્થન આપ્યું. બંનેએ સ્પષ્ટપણે કહ્યું કે મનોજ ઝાની ટિપ્પણીમાં એવું કંઈ નથી જેના વિશે હોબાળો મચાવવામાં આવે. લાલુએ તો ત્યાં સુધી કહ્યું કે આનંદ મોહન અને તેમના પુત્ર પાસે બુદ્ધિ નથી.
આ સ્થિતિમાં લાલુને મળવા ગયેલી આનંદ મોહન આણી મંડળીને લાલુએ દરવાજેથી જ રવાના કરી દીધી. પરિણામ એ આવ્યું કે, આનંદ મોહને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની વાટ પકડી. રાજકીય નીરિક્ષકો કહે છે, નિતીશ અને આનંદની મુલાકાત બંધ બારણે થઈ પણ ઘણુ રંધાયું એ ચોક્કસ છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. અને ભાજપને ખાળવા માટે મહાગઠબંધન I.N.D.I.A. સોગઠા ગોઠવી રહ્યું છે. ત્યાં જ લાલુની આરજેડીમાંથી આંતરક કલહ સપાટી પર ઊભરી આવ્યો છે. રાજકીય તજજ્ઞો અનુસાર, આ આંતરિક ફૂટ લોકસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી શકે છે.
નીતિશ કુમારે જાતિ ગણતરીની મદદથી પછાત અને દલિત જાતિઓમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, બિહારમાં ઉચ્ચ જાતિઓમાં સૌથી વધુ વસતિ ધરાવતા રાજપૂત સમુદાયમાંથી નીતિશ પાસે કોઈ મહત્વનો ચહેરો નથી. આનંદ મોહન રાજપૂત સમુદાય પર સારી એવી પકડ ધરાવે છે. નીતિશ કુમારનું આ ગણિત છે. બીજીબાજુ લાલુ યાદવની આરજેડી રાજપૂત સમુદાયના નેતાઓ છે પરંતુ આનંદ મોહન જેટલું કોઈનું રાજપૂત સમુદાય પર પ્રભુત્વ નથી. આમ, લાલુ યાદવે આનંદ મોહનનો કરેલો તિરસ્કાર ભારે પડી શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો