District

દહેગામમાં નજીવી તકરારમાં હુમલો : 4 લોકો વિરૂદ્ધ સામસામે નોધાઈ ફરિયાદ

દહેગામમાં નજીવી તકરારમાં હુમલો : 4 લોકો વિરૂદ્ધ સામસામે નોધાઈ ફરિયાદ

- ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં નજીવી બાબતે મામલો બીચક્યો 
- પોલીસે ફરિયાદના આધારે આઓપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી 

દહેગામ, બુધવાર 

  ગાંધીનગર જિલ્લાના દહેગામમાં દીપિકાબેન સમીરભાઈ રાવલની દીકરી ધાબા ઉપર કપડાં સૂકવવા માટે ગઈ હતી કપડાં સૂકવીને જ્યારે તેમની દીકરી નીચે આવી ત્યારે જણાવેલ કે સામેના મકાનની સીડીમાં બેસેલા એક કાકા તેઓના મોબાઇલમાં આવતા જતા બધાના ફોટા પાડે છે તેવું જણાવતા દીપિકાબેને રસોડામાંથી જોયેલ તો તેમના ઘરની સામેના મકાનની સીડી ઉપર ગિરીશભાઈ શકરાભાઈ સોલંકી બેસેલ હતા. બાદમાં દીપીકાબેન અને તેમની દીકરી હિના બંને ગિરીશ ગીરીશભાઈ પાસે જઈને ફોન કરવો છે તમારો મોબાઈલ આપો ને તેમ કહેતા ગીરીશભાઈએ મોબાઈલ આપ્યો હતો તે દરમિયાન આ દીપિકાબેને ચેક કરતા મોબાઈલમાં તેમની દીકરી તથા મોટી દીકરી તથા સોસાયટીના અન્ય વ્યક્તિઓના ફોટા પાડેલ હતા જેથી આ ફોટા પાડવા બાબતે તેઓને પૂછપરછ કરતા ગિરીશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા દરમિયાન ગીરીશભાઈનો દીકરો સંજય ગીરીશભાઈ સોલંકી પણ તે આવી ગયેલો અને તેમનો ઉપરાણું લઈ ઝઘડો કરવા લાગ્યા હતા દરમિયાન ફરિયાદીના મોટી બા મૂકતાબેન બીપીનભાઈ પંડયા તથા  જેઠ ચીમનભાઈ સોમનાથભાઈ રાવલ વચ્ચે આવી ગયેલ અને સમાધાન કરાવ્યું હતું. ત્યારે આ  ગીરીશભાઈ સોલંકી હવે પછી મારા ઘર તરફ આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં દીપિકાબેન સમીરભાઈ રાવલે ગિરીશભાઈ શકરાભાઈ સોલંકી તથા સંજય ગિરીશભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

  જ્યારે બીજા બનાવમાં દહેગામના વટવા ગામ ખાતે રહેતા નરેન્દ્રભાઈ શકરાભાઈ સોલંકીના ફોનમાં તેમના ભત્રીજા સંજયનો ફોન આવેલો અને જણાવેલ કે સોસાયટીમાં રહેતા પંકજભાઈ સોમનાથભાઈ રાવલ તથા દીપિકાબેન સમીરભાઈ રાવલે તેના પિતા સાથે ઝગડો કરી માર મારેલ છે. તેવું કહેતા નરેન્દ્રભાઈ તેમની પત્ની મીનાક્ષી બંને જણા દહેગામ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ગયા હતા. ત્યારે તેમનો ભત્રીજો સંજય તેમને કહેવા લાગ્યો હતો કે તેના પપ્પા રસ્તામાં આવતા જતા બધા ફોટા પાડતા હોવાથી પોલીસ લઈ ગઈ છે તેવું કહેતા પંકજભાઈ સોમનાથભાઈ રાવલ તથા દીપિકાબેન સમીરભાઈ રાવલ બંને જણા માર મારવા લાગ્યા હતા આજુબાજુમાંથી લોકો એકઠા થઈ જતાં સંજયને વધુ મારમાંથી છોડાવ્યો હતો અને ઇજાગ્રસ્તને દહેગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતો. બાદમાં નરેન્દ્રભાઈ શકરાભાઈ સોલંકી દહેગામ પોલીસ મથકમાં પંકજભાઈ સોમનાથભાઈ રાવલ તથા દીપીકા સમીરભાઈ રાવલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આઓપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામમાં નજીવી તકરારમાં હુમલો : 4 લોકો વિરૂદ્ધ સામસામે નોધાઈ ફરિયાદ