District

અમદાવાદની 7 સ્કૂલમાં પતરાવાળા બાંધકામના ઉપયોગ પર પ્રતિબંધ

અમદાવાદની 7 સ્કૂલમાં પતરાવાળા બાંધકામના ઉપયોગ પર પ્રતિબંધ

- કાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે

- પતરાના શેડવાળો ભાગ સીલ કરાયો

અમદાવાદ, બુધવાર 

  રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદમાં પણ અનેક એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા પણ અમદાવાદની સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 7 સ્કૂલમાં પતરાના શેડ હોવાનું જાણવા મળ્યું હતું. આવતીકાલથી સ્કૂલો શરૂ થઈ રહી છે, જેથી પતરાના શેડવાળી સ્કૂલોમાં શેડનો ભાગ સીલ કરવામાં આવ્યો છે.

  ગ્રામ્ય DEO કચેરીની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં વસ્ત્રાપુર વિસ્તારની આનંદ વિદ્યા વિહાર, સેટેલાઈટ વિસ્તારની નારાયણ ગુરુ, ઉપરાંત નિકોલ અને નરોડા વિસ્તારની રઘુવીર સ્કૂલ નિકોલ, શેખ RT હિન્દી, સૃષ્ટિ વિદ્યાવિહાર, નાનુભાઇ વિદ્યા મંદિર, શિવમ વિદ્યાલયમાં અનઅધિકૃત રીતે પતરાનો શેડ ઉભો કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોને નોટિસ આપીને રૂબરૂમાં હિયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, 7 સ્કૂલોમાં અનઅધિકૃત રીતે પતરાનો શેડ હોવાથી જ્યાં સુધી કોર્પોરેશનની મંજૂરી ન મળે અને જિલ્લા શિક્ષણ વિભાગને વિશ્વાસમાં લીધા વિના પતરાના શેડવાળું બાંધકામનો ઉપયોગ ન કરવા માટે પણ બાંહેધરી લેવામાં આવી છે.​​​​​​​અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની કચેરી હસ્તગત આવતી 600 જેટલી સ્કૂલોની ફાયર સેફટી અને પતરાના શેડ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી તમામ સ્કૂલો ફાયર સેફ્ટીથી સજ્જ જોવા મળી હતી. જોકે, ક્યાંક NOC રિન્યુલની પ્રક્રિયા બાકી હતી તે પણ તાબડતોડ કચેરીના આદેશ બાદ પૂર્ણ કરવામાં આવી છે. ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે, સ્કૂલો સીલ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે પતરાનો શેડ જ સીલ કરવામાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રવેશ પર મનાઈ કરવામાં આવી છે. સ્કૂલો પાસેથી બાંહેધરી પણ લેવામાં આવી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

અમદાવાદની 7 સ્કૂલમાં પતરાવાળા બાંધકામના ઉપયોગ પર પ્રતિબંધ