Gujarat

શુષ્ક ત્વચાથી ચહેરો નિસ્તેજ દેખાય તો અજમાવો આ ઘરેલું ઉપચાર

- પપૈયા અને મધનો ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવી શકો

- બનાના ફેસ માસ્ક વૃદ્ધાવસ્થાના સંકેતો અને કરચલીઓની સમસ્યાને કરે દૂર 

 

અમદાવાદ,  સોમવાર

  નવેમ્બરની શરૂઆત થતાની સાથે જ હવામાન માં પલટો આવવા લાગ્યો છે. પરંતુ આ પલટાયેલું હવામાન ચોવીસ કલાક રહે તો ઠીક હોય છે.પણ શહેરવાસીઓને હજી ગરમીમાંથી સંપૂર્ણ રાહત મળીનથી.દિવસ દરમિયાન ગરમી જયારે રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. આવી ડબલ સીઝ્નમાં દરેક વ્યક્તિએ પોતાની ત્વચાની કાળજી લેવી અત્યંત જરૂરી બની જાય છે. 

  રાત્રી દરમિયાન ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે.આવા સમયે  સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની વિશેષ કાળજી લેવાની જરૂર છે, કારણ કે આ ઋતુમાં ઠંડા પવનોને કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. તેથી શુષ્ક ત્વચાવાળા લોકોની સમસ્યા આ સિઝનમાં થોડી વધી શકે છે. ઠંડા પવનથી શુષ્ક ત્વચાને કારણે ખેંચાણ નો અનુભવ થાય છે વળી તે  નિસ્તેજ પણ દેખાય છે.પરંતુ જો તમારી ત્વચા પહેલેથી જ શુષ્ક છે તો તમે ઘરે જ ઉપલબ્ધ આ વસ્તુઓનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવી શકો છો. જે તમારા  ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરી શકે છે.વળી આ સિઝનમાં તમે ઘરે ઉપલબ્ધ કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ફેસ પેક તૈયાર કરી શકો તો તમારી ત્વચા ભેજવાળી અને ચમકદાર રહે. 

પપૈયા અને મધ: શુષ્ક અને નિસ્તેજ ત્વચા પર ચમક પાછી લાવવા માટે તમે પપૈયા અને મધનો ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવી શકો છો. આ માટે તમારે બે ચમચી મેશ કરેલું પપૈયું લેવું અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને સોફ્ટ પેસ્ટ તૈયાર કરવી. આ ફેસ પેકને તમે અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવી શકો છો.

 બનાના ફેસ માસ્ક:  કેળામાં વિટામિન એ અને સી બંને હાજર હોય છે. વિટામિન A ત્વચાની રચનાને સુધારવામાં અને કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, જે ત્વચા માટે જરૂરી છે. તેમજ કેળામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે જે વૃદ્ધાવસ્થાના સંકેતો અને કરચલીઓની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે, આવી સ્થિતિમાં તમે કેળાનો ફેસ પેક બનાવી શકો છો. આ માટે, તમારે 1 કેળું લેવું પડશે, તેને સારી રીતે મેશ કરવું પડશે અને તેમાં 1 ચમચી મધ ઉમેરીને સોફ્ટ પેસ્ટ તૈયાર કરવી પડશે. હવે આ મિશ્રણને ચહેરા પર 5 થી 10 મિનિટ સુધી લગાવો અને પછી ચહેરો ધોઈ લો.

હળદર અને દૂધ: હળદર અને દૂધ બંને ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધ ત્વચાના મૃત કોષો અને ત્વચા પર હાજર ધૂળને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, જ્યારે હળદરમાં રહેલા પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચામાં ચમક લાવવાનું કામ કરી શકે છે. તમે 1 ચમચી હળદર પાવડરમાં 1 ચમચી દૂધ ભેળવી શકો છો અને તેને અઠવાડિયામાં એકવાર તમારા ચહેરા પર લગાવી શકો છો.

મુલતાની માટી: મુલતાની માટી તૈલી અને શુષ્ક ત્વચા બંને માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરી શકે છે. તમે 2 ચમચી મુલતાની માટીમાં 1 ચમચી મધ મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવી શકો છો. તમે અઠવાડિયામાં એક કે બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

 

શુષ્ક ત્વચાથી ચહેરો નિસ્તેજ દેખાય તો અજમાવો આ ઘરેલું ઉપચાર