- તેમણે બનાસકાંઠા બેઠક પર પાંચ લાખ મતોથી વિજય બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
અંબાજી, સોમવાર
બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર રેખાબેન ચૌધરી ફોર્મ ભરતા પહેલા માં અંબેના દર્શને આવ્યા હતા. ભાજપના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ફોર્મ ભરતા અગાઉ દર્શન કરવા અંબાજી આવ્યા હતા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ ભાજપના કાર્યકર્તાઓ સાથે અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ લીધા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર