Gujarat

ગાઈડલાઇન : ઉત્તરાયણ ઉજવતા પહેલાં આટલું જાણી લેજો નહીં તો...,પોલીસ કમિશનરે આ શહેરીજનો માટે બહાર પાડ્યું જાહેરનામું

- ઉત્તરાયણને લઈ સુરત અને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું : ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ 
- પશુને જાહેરમાં ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ કરનાર સામે થશે કાર્યવાહી : લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ  

સુરત, સોમવાર 

  ગુજરાતી યુવાવર્ગનો સૌથી પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. જોકે આ વખતે ઉત્તરાયણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણને લઈ સુરત અને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરમાં ઘાસચારાનું વેચાણ તેમજ ઘાસચારો નાખી શકાશે નહિ. રાજકોટ તેમજ સુરત પોલીસ કમિશ્નરે ઉત્તરાયણના તહેવારને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામામાં ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ તો જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર સામે કાર્યવાહીનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાયણના તહેવાર પહેલા સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ છે. જો તમે આ જાહેરનામાનો ભંગ કરશો તો તમારે ઉત્તરાયણના દિવસે પોલીસ સ્ટેશન જવાનો વારો આવી શકે છે. વિગતો મુજબ પોલીસ કમિશ્નર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. 

  ઉત્તરાયણના તહેવારોના ઉત્સાહની વચ્ચે સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નર દ્વારા સાવચેતીના ભાગરૂપે ઉત્તરાયણના તહેવારને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં સુરતમાં ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ અને ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જાહેરમાર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરમાવાઈ છે. આ સાથે ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્લાસ કોટેડ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ તરફ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પણ ઉત્તરાયણને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિગતો મુજબ રાજકોટમાં ચાઇનીઝ દોરી અને તુક્કલો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે જાહેરમાં ઘાસચારાનું વેચાણ તેમજ ઘાસચારો નાખી શકાશે નહી. ધાબા પર મોટા આવાજવાળા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ તો જાહેર માર્ગ પર પતંગ ઉડાવવા પર  મનાઈ કરવામાં આવી છે. આ તરફ  જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ગાઈડલાઇન : ઉત્તરાયણ ઉજવતા પહેલાં આટલું જાણી લેજો નહીં તો...,પોલીસ કમિશનરે આ શહેરીજનો માટે બહાર પાડ્યું જાહેરનામું