- અંદાજે 35 લાખથી વધુ ભક્તો કરશે માતાજીના દર્શન
- અંબાજી આવતા યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા
બોલ માડી અંબે... અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. 7 દિવસ સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. મેળા દરમિયાન 35 લાખથી વધુ પદયાત્રી આવવાની શક્યતા છે. તમામ યાત્રિકોને 7 દિવસ બંને ટાઈમ નિ:શુલ્ક ભોજન અપાશે. અંબાજી આવતા તમામ યાત્રીકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા. વીમા કવચ અંબાજીથી 20 કિલોમીટરના ત્રિજ્યામાં લાગુ પડશે.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
ભાદવી પૂનમના મેળામાં ભાગ લેવા માટે આજે અમદાવાદથી અંબાજી અનેક પગપાળા સંઘો રવાના થયા છે. બોલ માડી અંબે... જય જય અંબેના નાદ સાથે ગુજરાતના રસ્તાઓ પર અનેક પદયાત્રીકો ધજાઓ લઈને નીકળ્યા છે. સાબરમતીથી શ્રી અંબિકા પગપાળા સંઘ અંબાજી જવા રવાના થયા છે. બાવન ગજની ધજા, ત્રિશુળ અને રથ સાથે પદયાત્રા નીકળશે. એકસાથે 500 જેટલા પદયાત્રિકો અંબાજી જવા રવાના થયા છે. ઢોલ, નગારા, બેન્ડ વાજા સાથે નિકળ્યા પદયાત્રિકો. છેલ્લા 38 વર્ષથી આ સંઘ જાય છે અંબાજી. તમામ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે.
અંબાજીના મહા કુંભ મેળામાં દર્શન, ભોજન, આરામ, પેકેજીંગ સહિતની સુવિધાઓ માટે 26 સમિતિઓની રચના કરવામાં આવી છે.. તેમજ દરેકને તેમનું કામ સોંપવામાં આવ્યું છે, જે મેનેજમેન્ટ સિસ્ટમની દેખરેખ હેઠળ કામ કરશે.. અંબાજી મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે, તેથી તેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.. આ સાથે મેળાની સુરક્ષા માટે 5 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની સુરક્ષા પણ સંભાળશે.. તેમજ મેળાની સુરક્ષા માટે 20 મહિલાઓની ટીમ સાથે 332થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે.. પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ધાર્મિક વિદ્યાલયો અને હોટલોમાં રોકાતા યાત્રિકોને પ્રવેશની પરવાનગી મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.. તેમજ કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા બચાવ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે.
અંબાજીમાં શરૂ થવા જઈ રહેલા ભાદરવી પૂનમના મેળાને લઈ હાલ અંબાજીમાં 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે 14 જેટલા કેન્દ્રો પર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો ચાલશે. શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા, દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો