District

દહેગામમાં જૈનમ ડેવલપર્સનાં બિલ્ડરોએ નાંદોલ ગામની સીમમાં આવેલ 9 બંગલા બારોબાર વેચી મારી 4 કરોડથી વધુની છેતરપિંડી આચરી

દહેગામમાં જૈનમ ડેવલપર્સનાં બિલ્ડરોએ નાંદોલ ગામની સીમમાં આવેલ 9 બંગલા બારોબાર વેચી મારી 4 કરોડથી વધુની છેતરપિંડી આચરી

- બંને આરોપીઓએ 4 કરોડ 65 લાખની છેતરપીંડી આચરતાં ખળભળાટ મચી જવા પામ્યો
- ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી 

દહેગામ, ગુરુવાર 

  દહેગામમાં જૈનમ ડેવલપર્સનાં બિલ્ડરોએ નાંદોલ ગામની સીમમાં આવેલ 9 બંગલા બારોબાર વેચી મારી 4 કરોડથી વધુની છેતરપિંડી આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આથી દહેગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.   

  કલોલ સાગર રો હાઉસમાં રહેતા બિલ્ડર જીવણભાઇ ગોવાભાઈ રબારીએ દહેગામ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે નાંદોલ ગામની સીમ સર્વે નં. 311 વાળી રહેણાક હેતુ માટે NA થયેલ જમીન પંચમ હૉમ્સ ડેવલોપર્સના ભાગીદારો પાસેથી વેચાણ રાખી હતી. જે વખતે ઉપરોક્ત જમીનમાં 70 ટકા હિસ્સો જીવણભાઈનો હતો. અને 30 ટકા હિસ્સો ભાગીદાર કમલેશ કાન્તીલાલ પટેલનો હતો. ઉપરોક્ત જમીનમાં તેઓએ પંચમ હૉમ્સ" નામથી કુલ 40 બંગ્લોઝ બનાવવાનુ નક્કી કર્યું હતું અને પૂર્વ બાજુનાં અડધા ભાગ વાળી જમીનમાં 20 બંગલા કામ ચાલુ કરી 6 બંગ્લાનુ બાધકામ પુરૂ કરી દીધું હતું અને 14 બંગ્લાનુ કામ અધુરુ હતુ. ત્યારબાદ જમીન દલાલો મારફતે જાણવા મળેલ કે જૈનમ ડેવલોપર્સના ભાગીદાર પેઢીના ભાગીદારો વેચાણ લેવા ઉક્ત સ્કીમ ખરીદવા માંગે છે.

  જેથી વર્ષ - 2017માં ઉપરોકત જમીનમાં જૈનમ ડેવલોપર્સના ભાગીદાર ભાવિન મહેન્દ્રભાઈ બારોટ (બ્રહ્મભટ્ટ) (રહે.સોલંકીવાસ, બારોટ વાસ દહેગામ), નિરવ અરવિંદભાઇ શાહ (રહે.702, ગુલાબટાવર, સોલા રોડ અમદાવાદ) સાથે થયેલી મિટિંગમાં 3 કરોડ 65 લાખમાં સોદો નક્કી થયો હતો.બાદમાં જીવણભાઈએ અડધી જમીન બિલ્ડર ભાવિન બારોટ અને નિરવ શાહને દહેગામ સબ રજીસ્ટારની કચેરી ખાતે વેચાણ આપી હતી. જ્યારે 20 બંગલાની ચાલુ સ્કીમ બાબતે જૈનમ ડેવલોપર્સ સાથે સબ રજીસ્ટારની કચેરી દહેગામ ખાતે રજીસ્ટર ડેવલેપમેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવેલ હતુ. 

 10 બંગલાનું બુકિંગ જીવણભાઈએ કર્યું હતું. અને બાકી રહેતા વેચાણ અવેજની રકમ જૈનમ ડેવલપર્સએ મેળવવાનાં લખાણ કર્યા હતા. બાદમાં ભાવિન બારોટ અને નિરવ શાહે અલગથી સમજૂતી કરાર કરી આપી લેવાના નીકળતા પૈસા હપ્તાથી ચૂકવી આપવા જીવણભાઈને લખાણ કરી આપ્યું હતું. અને નક્કી થયા મુજબ 3 કરોડ 65 ની અવેજીમાં 20 લાખ RTGS થી આપ્યા હતા.જ્યારે બાકી નિકળતા 3.45 કરોડમાંથી દહેગામના ત્રિકમલાલ પ્રજાપતિને 30 લાખ જીવણભાઈએ આપવાના હતા. એટલે ભાવિન અને નીરવે હવાલો સ્વીકારી 50 લાખ રોકડા જીવણભાઈને આપ્યા હતા. બાદમાં ટુકડે ટુકડે બંનેએ કુલ 1 કરોડ 13 લાખ 80 હજાર આપી બાકીના 2 કરોડ 51 લાખ 20 હજાર જીવણભાઈને ચૂકવ્યા ન હતા. જેની ઉઘરાણી કરતા બંનેએ હાથ અધ્ધર કરી દીધા હતા. કરાર મુજબ કુલ 9 બંગલા તેઓએ બારોબાર વેચી 2 કરોડ 65 લાખ 59 હજાર પણ જીવણભાઈને આપ્યા ન હતા. આમ બંને જણાએ 4 કરોડ 65 લાખની છેતરપીંડી આચરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. . આથી તેઓએ આરોપીઓ વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામમાં જૈનમ ડેવલપર્સનાં બિલ્ડરોએ નાંદોલ ગામની સીમમાં આવેલ 9 બંગલા બારોબાર વેચી મારી 4 કરોડથી વધુની છેતરપિંડી આચરી