District

ગઠિયાએ ચૂનો લગાવ્યો : પાર્ટ ટાઈમ નોકરીનો વોટ્સએપ મેસેજ કરી ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી યુવક તેમજ તેના મિત્રોના ખાતામાંથી ઠગે 11.39 લાખ પડાવી લીધા

ગઠિયાએ ચૂનો લગાવ્યો : પાર્ટ ટાઈમ નોકરીનો વોટ્સએપ મેસેજ કરી ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી યુવક તેમજ તેના મિત્રોના ખાતામાંથી ઠગે 11.39 લાખ પડાવી લીધા

- વોટ્સઅપ ઉપર પાર્ટ ટાઈમ નોકરી માટેનો મેસેજ કરી ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી યુવક તેમજ તેના મિત્રોના ખાતામાંથી 11.39 લાખ પડાવ્યા  
- અજાણ્યા વ્યક્તિએ પૈસા પડાવતાં ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગાંધીનગર, રવિવાર 

 સોશિયલ મીડિયા પરની લોભામણી લાલચને કારણે લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે અજાણ્યા નંબર પરથી આવેલા નોકરીના લોભના મેસેજમાં ફસાયા બાદ યુવક તેમજ તેના મિત્રોએ 11.39 લાખ ગુમાવ્યા છે.અજાણ્યા વ્યક્તિએ પૈસા પડાવતાં ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ હવે લોકોને લૂંટવાની નવી તરકીબો સામે આવી રહી છે. વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગરના રાંદેસણ રહેતા સુરેશ રોમૈંયા અકમને પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપીને 11.39 લાખથી વધુની રકમ પડાવી લઈ પાછી નહીં આપતાં વ્યક્તિએ ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

    પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના પ્રમુખ પ્રાઈડ, સંદેસણ વિસ્તારમાં રહેતા સુરેશ રોમૈંયા અકમ જેઓ પ્રાઇવેટ નોકરી કરે છે. તેના મોબાઈલ પર વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં પાર્ટ ટાઈમ નોકરીની વાત કરીને ગુગલ મેપ રીવ્યુનો ટાસ્ક કમ્પલીટ કરવા બદલ રૂપિયા 50 તેના બેંક ખાતામાં જમા મળશે અને આ માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી આ યુવકે તૈયારી બતાવતાં તેને એક કોડ આપવામાં આવ્યો હતો. આ કોડનો ઉપયોગ કરીને ટેલિગ્રામમાં USERID:@BALIM26 જોડાયા બાદ એકાઉન્ટ પર તેને ટાસ્ક મળ્યું હતું. જે બાદ બેન્કની વિગત માંગી હતી. ત્યારબાદ બેંક ખાતામાં તેઓએ  ગુગલ મેપ રીવ્યુ ના છ ટાસ્ક પુરા કરેલ હોય રૂપિયા 300/- જમા થયેલ હતા. ત્યારબાદ તેમને પ્રીપેઇડ ટાસ્ક કરવા જણાવેલ હતું. જેમાં પણ સારૂ રીટર્ન મળશે તેવું જણાવતા તેઓએ જણાવ્યા મુજબના પેમેન્ટ અલગ અલગ ખાતામાં કરેલ હતા.

  તેઓએ તારીખ 13/03/2023 થી તારીખ 17/03/2023 સુધીમાં તેમના બેંક ખાતામાંથી રૂપિયા 2,50,000/- તથા SBI બેંક ખાતામાંથી રૂપિયા 2,00,000/- તેમજ તેમના મિત્ર મિતકુમારના બેંક ખાતામાંથી રૂપિયા 50,000/- તેમજ મિત્ર હેમસિંગના એક્સીસ બેંક ખાતામાંથી રૂપિયા 1,50,000/- તેમજ આઈ.સી.આઈ.સી.આઈ બેંક ખાતામાંથી રૂપિયા 4,89,100/- મળી કુલ રૂપિયા 11,39,100/- ભરાવડાવેલ આમ છતાં બીજા પૈસા ભરવાનું જણાવતા  આ બાબતે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા જ તેણે ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો