District

દહેગામ બ્રિજ પર કાર ટ્રેલરમાં ઘૂસી : લગ્નમાં જતી વખતે પરિવારના બે બાળકના મોત, બે ઈજાગ્રસ્ત 
 

દહેગામ બ્રિજ પર કાર ટ્રેલરમાં ઘૂસી : લગ્નમાં જતી વખતે પરિવારના બે બાળકના મોત, બે ઈજાગ્રસ્ત 
 

- ઓઢવના પરિવારજનો ઉત્તરપ્રદેશ લગ્નમાં જવા માટે કાર લઈને નીકળ્યા હતા
- દહેગામ સર્કલ બ્રિજ પર પાર્ક થયેલા ટ્રેલર ટ્રકમાં તેમની કાર ઘૂસી ગઈ
- આ અકસ્માતમાં બે બાળકોનાં મોત અને બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ  

દહેગામ, રવિવાર 

  ઓઢવના પરિવારજનો ઉત્તરપ્રદેશમાં લગ્નમાં જવા કાર લઈને નીકળ્યો હતો. ત્યારે દહેગામ સર્કલ બ્રિજ પર એક ટ્રેલર ટ્રકમાં તેમની કાર ઘૂસી ગઈ, જેના પરિણામે બે બાળકોએ જીવ ગુમાવ્યા અને બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  ઓઢવ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ (33), પોતાની પત્ની સુનૈના અને ત્રણ પુત્રો સાથે ઉત્તરપ્રદેશમાં સંબંધીના લગ્નમાં ભાગ લેવા માટે 21 નવેમ્બરે રાત્રે તેમના ગાડીમાં નિકળ્યા હતા. તેમના સાથે કાકાનો દીકરો અભિષેક (20) અને પાડોશી રેખાબેન પણ હતા. વિષ્ણુભાઈ અને તેનો પરિવાર નરોડા એસપી રિંગરોડથી દાસ્તાન સર્કલ અને રણાસણ થઈને દહેગામ સર્કલ બ્રિજ પર પસાર થતા હતા.આ દરમિયાન એક ટ્રેલર ટ્રક પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના કે આડાશમાં બેરિકેટિંગ મૂક્યા વિના રસ્તા વચ્ચે ઊભું હતું. વિષ્ણુભાઈને ટ્રક દેખાતા તેમણે કારને બ્રેક મારી બાજુમાં લીધી, તે સમયે કારનો પાછળનો ભાગ ટ્રેલર ટ્રક સાથે અથડાતા કાર દીવાલ સાથે અથડાઈને રસ્તા પર આવી ગઈ હતી.

  આ દુર્ઘટનામાં વિષ્ણુભાઈના પુત્ર ધ્રુવ (13) અને કાકાના દીકરા અભિષેક (20) નું દુઃખદ અવસાન થયું. બીજી બાજુ, વિષ્ણુભાઈની પત્ની સુનૈના અને પાડોશી રેખાબેનને સામાન્ય ઇજા પહોંચી હતી. આસપાસના લોકોને મદદ માટે બોલાવવામાં આવ્યા અને બંને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા.અકસ્માતના સમાચાર સાંભળતાં, દહેગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. તેમ છતાં, ટ્રેલરનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, અને આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વોટ્સએપ પર મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

દહેગામ બ્રિજ પર કાર ટ્રેલરમાં ઘૂસી : લગ્નમાં જતી વખતે પરિવારના બે બાળકના મોત, બે ઈજાગ્રસ્ત