District

લાખોની ઠગાઈ આચરનારને ઝડપી લેવાયો 

લાખોની ઠગાઈ આચરનારને ઝડપી લેવાયો 

- ખાનગી પબ્લિકેશનમાં 11 વર્ષથી નોકરી કરતા કર્મચારી નું કારસ્તાન

- સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી 

અમદાવાદ, મંગળવાર 

  અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પુસ્તકોનું છાપકામ કરનારી જાણીતી કંપની ભાવિક પબ્લિકેશન સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો. ભાવનગરમાં કંપનીના સેલ્સમેન તરીકે કામ કરતા કર્મચારીએ રૂ .29.80 લાખની છેતરપિંડી કરતા કંપનીના ડાયરેક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં જ આરોપી કર્મચારીની ધરપકડ કરી.

  ભાવિક પબ્લિકેશન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પુસ્તકોનું છાપકામ કરી અને તેનું વેચાણ કરે છે. ભાવિક પબ્લિકેશનમાં ભાવનગર જિલ્લામાં સેલ્સમેન તરીકે નોકરી કરતો મહેશ પરમાર વર્ષ 2013 માં નોકરીએ લાગ્યો હતો. આરોપી મહેશ પરમાર ભાવનગરમાં આવેલી અલગ-અલગ સ્કૂલો અને સ્ટેશનરી સ્ટોર ખાતે ભાવિક પબ્લિકેશનનાં પુસ્તકો આપતો હતો. વર્ષ 2013 થી અત્યાર સુધીમાં મહેશે જેટલી પણ સ્કૂલો અને સ્ટેશનરી સ્ટોર ખાતે જે પણ પુસ્તકો આપ્યા તેના બોગસ બિલો બનાવીને નાણાં ઉઘરાવી લેતો હતો પરંતુ કંપનીમાં જમા કરાવતો નહોતો. એક વર્ષ પહેલા જ કંપનીએ આ મામલે મહેશ પાસેથી રૂ. 29.80 લાખની ઉઘરાણી કરી હતી. પરંતુ, મહેશે કંપનીના ડાયરેક્ટરને ધમકીભર્યાં સૂરમાં કહ્યું હતું કે, જે થાય તે કરી લો રૂપિયા નહિ મળે. આથી, કંપનીનાં ડાયરેક્ટર પુલકિત પટેલે ઠગાઈની અરજી કરતા મહેશે સમાધાનનાં ભાગ રૂપે રૂ. 22 લાખ 2 હપ્તામાં આપી દેવાનો વાયદો સ્ટેમ્પ પેપર પર લખાણ લખી કર્યો હતો. જો કે, મહેશ પરમારને કંપનીને રૂ. 22 લાખ ચુકવવા માટે સમય આપ્યો હોવા છતાં સમયસર રૂપિયા ના ચુકવતા આખરે કંટાળીને ડાયરેક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં મહેશ પરમાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સોલા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં મહેશ પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

લાખોની ઠગાઈ આચરનારને ઝડપી લેવાયો