District
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
11, April 2024
- વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે આગામી દિવસ મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલુ ઘટે તેવી સંભાવના
- શહેરીજનોને ગરમીથી રાહત મળશે, તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શકયતાઓ છે. કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે. રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે. જેની અસરને પગલે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનાં જિલ્લાઓ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 14 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 15 એપ્રિલના રોજ સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે. એટલે કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ તેના કારણે અમદાવાદમાં વરસાદની શક્યતાઓ નહિવત છે.વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે આગામી રાજ્યના કોઈપણ જિલ્લામાં હિટવેવની શક્યતાઓ નહિવત પ્રમાણમાં છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર પૂર્ણ થયા બાદ ફરીએકવાર મહતમ તાપમાનનો પારો ઉચકાઇ શકે તેવી સંભાવના છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો