- કડાદરા ખાતે ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ
- નૈનેશ પટેલ નામના શખ્સ પર હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દહેગામ, શનિવાર
દહેગામના કડાદરા ખાતે ફટાકડા ફોડવા જેવી બાબતે મોટી બબાલ થઈ હતી. જેમાં બે શખ્સો દ્વારા નૈનેશ પટેલ નામના વ્યક્તિ પર ચપ્પુ અને લાકડીઓના ધોકાથી હુમલો કરાયો હતો. બનાવની વિગતે વાત કરીએ તો નૈનેશભાઈ ગોવિંદભાઈ પટેલ, ઉ.વ.36 કડાદરા, પટેલવાસ, તા.દહેગામ ખાતે રહે છે. ખેતી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તારીખ 31 ઓક્ટોબરના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે નૈનેશ પટેલ જમી પરવાડી પટેલવાસના નાકે આવેલ મારા મિત્ર જીતેન્દ્રસિંહ ખોડુસિંહ રાઠોડ નાઓની કરીયાણાની દુકાને મિત્રો નામે ગોપાલ સુરેશભાઈ સુથાર તથા શૈલેષ દલપતભાઈ રાઠોડ તથા વિક્રમસિંહ કાનાજી રાઠોડ એ રીતેના દિવાળીનો તહેવાર હોય ભેગા મળી દુકાને બેઠા હતા.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
તે વખતે ગામના ધ્રુમિલ બિપીનભાઈ પટેલ અને તેની સાથે તેનો મિત્રો પપ્પુ વિક્રમસિંહ વાઘેલા પણ ત્યાં આવેલા અને આ બંન્ને જણા દિવાળીનો તહેવાર હોવાથી પરબડી ઉપર છુટ્ટા હાથે ટેટા ફેકી ફોડવા લાગેલા તે વખતે નૈનેશ પટેલના વાસમાં રહેતા મોનાબેન ધવલકુમાર પંડ્યા ત્યાં આવેલા અને તેઓએ આ બંન્ને જણાને કહેલ કે, ઘરને અડીને ચબુતરો છે તમે ચબુતરા ઉપર ટેટા ફોડો છો તે અવાજ મારા ઘરમાં આવે છે. ઘરના બધા માણસો ટેટાના અવાજથી પરેશાન થાય છે, જેથી તમે તમારા ઘરે જઈ ટેટા ફોડો તેવુ કહેતા આ બંન્ને જણા તેઓની ઉપર ઉશ્કેરાઈ જઈ જેમફાવે તેમ બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. નૈનેશ પટેલ આ લોકોની પાસે જઈને કહેલ કે, ફટાકડા તમારા ઘરે જઇ ફોડો આજુબાજુના માણસો ફટાકડાના અવાજથી પરેશાન થાય છે. તેવુ કહેતા આ બંન્ને જણા નૈનેશ પટેલ ઉપર પણ ઉશ્કેરાઈ ગયેલા અને મને જેમફાવે તેમ બોલાચાલી કરી ગાળા-ગાળી કરી કરવા લાગ્યાહતા.
ત્યારબાદ તારીખ 1 નવેમ્બર 2024 નૈનેશ પટેલ બપોરના આશરે દોઢેક વાગે ઘરેથી મારૂ બાઈક લઈ દહેગામ ખાતે કામ અર્થે જવા માટે નિકળેલો, ત્યારે ગામની ભાગોળે પપ્પુ ગામમાંથી બાઇક લઇ ભાગોળે આવેલ અને નૈનેશ પટેલને જોઇ પપ્પુએ તેના મિત્ર વનરાજ અર્જુનસિંહ ઉર્ફે બકાભાઇ વાઘેલાને ફોન કરી બોલાવેલ જેથી વનરાજ તેના હાથમાં લાકડી લઇને આવેલ અને પપ્પુ ક્યાંકથી તેના હાથમાં ચપ્પુ લઇને આવેલ હતો. ત્યાર બાદ વનરાજે નૈનેશ પટેલના જમણા પગના સાથળના ભાગે મારેલી હતી. જ્યારે બીજો ઘા તેમના માથામાં વાગ્યો હતો. પપ્પુ તેના હાથમાનું ચપ્પુ લઇ આમ તેમ વિંઝવા લાગેલો હતો. બબાલમાં નૈનેશ પટેલના જમણા હાથની વચલી આંગળીએ ચપ્પુ વાગી જતા લોહી નિકળવા લાગ્યું હતું.આ કેસમમાં નૈનેશ પટેલે આ તમામ માણસો વિરૂધ્ધ દહેગામ પોલીસ મથકે કાયદેસર પગલા લેવા માટે ફરીયાદ આપેલ છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો