District

20 લાખના દહેજની માંગ કરી કલોલની પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયાઓ સામે ફરિયાદ

20 લાખના દહેજની માંગ કરી કલોલની પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયાઓ સામે ફરિયાદ

- લગ્ન થયા બાદ પતિએ દીકરીને અડોપ્ટ લેવાની વાત નકારી કાઢી
- સાસરિયાઓએ ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરા દ્વારા પરિણીતા ઉપર અંકુશ રાખતા 

કલોલ, બુધવાર 

    અમદાવાદ ખાતે રહેતી પરિણીતાના બીજી વખત લગ્ન એક વર્ષ પહેલા કલોલમાં રહેતા વ્યક્તિ સાથે થયા હતા. પહેલા ઘરેથી પરિણીતાને એક પુત્રી હોવાથી લગ્ન પહેલા પુત્રીને અડોપ્ટ લેવાની વાત પરિણીતાએ પતિને કહી હતી. લગ્ન થયા બાદ પતિએ દીકરીને અડોપ્ટ લેવાની વાત નકારી કાઢી હતી જે બાદ અવારનવાર પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. સાસરિયાઓએ ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરા દ્વારા પરિણીતા ઉપર અંકુશ રાખતા હતા. પતિને વિદેશ મોકલવા માટે સાસરિયાઓએ 20 લાખ રૂપિયા દહેજની માંગણી કરતા આ અંગે પરિણીતાએ પતિ સાસુ અને સસરા સામે કલોલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

    મળતી વિગત અનુસાર અમદાવાદ ખાતે રહેતી મહિલાના એક વર્ષ પહેલા કલોલમાં રહેતા સંદીપગીરી સુરેશગીરી ગોસ્વામી સાથે બીજી વખત ફૂલહાર કરીને લગ્ન કર્યા હતા તેમ જ પહેલા ઘરથી દીકરી સાથે તેઓ સંદીપગીરી સાથે રહેતા હતા. લગ્નના એક મહીના બાદ પતિને તથા સાસુ-સસરાને દીકરીને એડોપ્ટ લઇ કાયદેસર કોર્ટ મેરેજ કરવાનુ કહેતા પછીથી કરીશુ તેવુ જણાવતા આ બાબતે તારી દીકરી વૃતીકાને એડોપ્ટ નહી કરીએ તેવુ જણાવી પતિ નાની નાની વાતમાં ઝગડો તકરાર કરી શારીરીક અને માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ તથાસસરા પણ પતિનુ ઉપરાણુ લઇ ઝગડો-તકરાર કરી પતિને ચઢામણી કરવા લાગ્યા હતા. જે બાદ સાસુ સસરા અલગ રહેવા ચાલ્યા ગયા હતા. અને ઘરમાં લગાડેલ સી.સી.ટી.વી. કેમેરા તેમના  મોબાઇલ ફોનમાં ચાલુ કરી ઘરમાં લાઇ-ટ-પંખા કેમ ચાલુ રાખ્યા તેમ કહી માનસીક ત્રાસ આપતા હતા. દીકરાને અમેરીકા મોકલવો છે અને તુ તારી સાથે કઇ દહેજ લાવી નથી તો તારાપિતાના ઘરેથી રૂ. ૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ)ની માંગ કરી હતી. પતિ પણ પૈસાની માંગણી કરી અવાર-નવાર મારઝુડ કરતો હતો. 

    આ અંગે ફરિયાદી કલોલ પોલીસ સ્ટેશન ખાતે પતિ સામે અરજી આપી હતી. જે બાદ અમદાવાદ ખાતે પતિ તથા સાસુ સસરા વિરૂધ્ધમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટનો કેસ કરતાં પતિએ સમાધાન કરી પરત ઘરે બોલાવી દીધી હતી. તારીખ- ૦૩/૧૧/૨૦૨૩ના રોજ સાસુ-સસરા પરત ઘરે કલોલ આવતા તેઓએ ફરિયાદીને ઘરમાં સી-સી.ટી.વી કેમેરા કેમેરા મુકેલ કેમેરાની સામે સુવાનુ જણાવતા આમ નહી કરવા કહેતા પતિ સહિત સાસરિયાઓએ મહિલાને માર મારતા તેઓ પિયર ખાતે ચાલી ગયા હતા. આમ પતિએ દીકરીને લગ્ન પહેલા અડોપ્ટ લેવાનું કહી બાદમાં દીકરીને અડોપ્ટ કરવાની વાતને નકારી કાઢીને મહિલા પાસેથી 20 લાખના દહેજની માંગણી કરી અવાર નવાર ત્રાસ આપતા અંતે મહિલાએ કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કહે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

20 લાખના દહેજની માંગ કરી કલોલની પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયાઓ સામે ફરિયાદ