- સૌરાષ્ટ્રના મોરબી ખાતે પરિણીત યુવકે કરેલા આપઘાતના કેસમાં અમદાવાદમાં મોટાપાયે સેક્સ રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ થયો
- અમદાવાદના કાફે માલિક સમગ્ર પ્રકરણના મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું
અમદાવાદ, સોમવાર
મોરબી સિરામીક સિટી એપાર્ટમેન્ટમાં ધ્રુવ મકવાણાએ ગત 11 જુલાઈના રોજ બપોરે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાતની ઘટના બાદ તપાસ દરમિયાન મૃતકે લખેલી એક ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, સાનિયા (નામ બદલ્યું છે) એ મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. મેં તેનું અમદાવાદ એરપોર્ટથી બળજબરીપૂર્વક અપહરણ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. અમદાવાદના થલતેજ પોલીસ સ્ટેશનના લાલજી ભરવાડ નામના ASI સાથે મળી આખો દિવસ એક કેફેમાં બેસાડી રાખી રૂપિયા પડાવી લીધા છે. સાનિયાને પૈસા આપવા વિશાલ બોરીચા (રહે. કોયલી, તા. મોરબી) પાસે 80 હજારમાં ગાડી ગીરવે મૂકવી પડી છે અને તેઓ પૈસા બાબતે અવારનવાર ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કરે છે. મારો ફોન લાલજી ભરવાડ પાસે છે અને જબરદસ્તીથી ફોન વેચ્યો છે તેવું લખાણ મારી પાસે કરાવ્યું છે. આ બધા એકબીજા સાથે સંડોવાયેલા છે. સાનિયા મિઝોરમની છે અને સ્પામાં કામ કરતી હેની (નામ બદલ્યું છે) સાથે સેક્સ રેકેટ ચલાવે છે. સાનિયાએ લગ્નની લાલચ આપી મારી પાસે પૈસા પડાવ્યા છે. ચાર મહિનાથી સાનિયાએ ભાડે રાખેલા ફલેટમાં રહેતા હતા. મોરબી બી ડિવિઝન પોલીસે આ મામલે સાનિયા, લાલજી ભરવાડ અને વિશાર બોરીચા સામે ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ ડીવાયએસપી પી. એ. ઝાલા ચલાવી રહ્યાં છે.ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા ધ્રુવ મકવાણા વિવાહિત હતા. છેલ્લાં કેટલાંક મહિનાઓથી સાનિયાના સંપર્કમાં આવેલા ધ્રુવ મકવાણાનું લગ્નજીવન ખોરવાયું હતું. મોરબીના સિરામિક સિટી માં ભાડાના ફલેટમાં ધ્રુવ સાનિયા સાથે રહેતો હતો. આ જ કારણોસર ધ્રુવ અને તેમની પત્ની રોશનીબહેન વચ્ચે બોલાચાલી થતાં પત્ની પિયર ચાલ્યા જતાં લગ્ન જીવન સમાપ્તિના આરે આવી ગયું હતું. ધ્રુવ સાનિયા સાથે લગ્ન કરવા પાછળ પડ્યો હતો. સાનિયાની પાછળ ધ્રુવની બંને કાર વેચાઈ જતાં તે આર્થિક ભીડમાં આવી જતાં સાનિયા તેનાથી પીછો છોડાવવા માગતી હતી.માતાની બિમારીનું બહાનું કાઢી મિઝોરમ ભાગી ગયેલી સાનિયા અમદાવાદમાં રહેતી સ્પાવાળી બહેનપણીનો ફોન પર સંપર્ક કરી ગત 11 જુલાઈના પરત ફરી હતી. સાનિયાના મોબાઈલ ફોનમાં ધ્રુવે કોઈ સ્પાયવેર નાંખ્યું હોવાથી તેની તમામ ગતિવિધિ-વાતચીતથી તે વાકેફ રહેતો હતો. અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ સાનિયાને ધ્રુવ બળજબરીથી નજીકમાં આવેલા તલાવડી સર્કલ પાસેની હૉટલમાં લઈ ગયો હતો. તારા કારણે પત્ની સાથે છૂટાછેડાની ફાઈલ તૈયાર કરી નાંખી છે હવે તારે મારી સાથે આવવું પડશે તેમ કહીને ધ્રુવે જીદ્દ પકડી હતી.
સાનિયાએ તેની બહેનપણી માટે લાવેલો સામાન આપવા જવાનું બહાનું કાઢી ધ્રુવને બોડકદેવ માં આવેલા ઈન્દિરા આવાસ યોજના ફલેટમાં લઈ ગઈ હતી. જ્યાં સાનિયાની મિત્ર સ્પા ગર્લ સાથે બોલાચાલી ઝઘડો થતાં બે શખસો સ્થળ પર આવે છે અને તે પૈકીનો એક શખસ પોતાની ઓળખ પોલીસ જમાદાર લાલજી ભરવાડ તરીકે આપે છે. ધ્રુવને ફલેટમાં ગોંધી રાખી ધમકાવ્યા બાદ સાનિયાનો મોબાઈલ ફોન તોડ્યો હોવાથી 1 લાખ આપવા પડશે તેવી ધમકી આપી. ત્યારબાદ ધ્રુવને કર્ઝ કાફે ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ગોંધી રાખી 21 હજાર રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. મોરબી પોલીસની તપાસમાં રૂપિયા પડાવનાર કાફે માલિકે પોલીસ જમાદાર તરીકેની ખોટી ઓળખ આપી હોવાનું સામે આવ્યું.
પોલીસ તપાસમાં સાનિયા ઉપરાંત સંદિપ પ્રજાપતિ અને સંદિપના માણસ પ્રદિપની ધરપકડ કરવામાં આવી છે. બળજબરીથી ટ્રાન્સફર કરાવાયેલા 21 હજાર પૈકી 15 હજાર રૂપિયા પ્રદિપને અને 6 હજાર સંદિપ વતી પૂણેના એક શખસને હવાલા પેટે રકમ ટ્રાન્સફર કરાઈ હતી. ધ્રુવનું અપહરણ કરી કાફેમાં ગોંધી રાખવાના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે. જ્યારે મૃત્તકનો મોબાઈલ ફોન હજુ સુધી મળી શક્યો નથી. તપાસમાં પોલીસ તરીકે ઓળખ આપનારો સંદિપ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. સંદિપ બોડકદેવના ઈન્દિરા આવાસ યોજના માં અલગ અલગ માણસો થકી ત્રણ બ્લૉકમાં ભાડાના ફલેટમાં પરપ્રાંતીય યુવતીઓને રાખી રહ્યો છે. ફલેટમાં રહેતી યુવતીઓને સંદિપ પ્રજાપતિના ફોન પર સૂચના આપી જુદાજુદા ગ્રાહકો પાસે મોકલી સર્વિસ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્રે નોંધનીય છે કે, ભાડે રખાયેલા ફલેટમાં રહેતી યુવતીઓ પૈકી કોઈપણ સ્પામાં કામ કરતી નથી.
ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનોગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો