District

શહેરમાં બાંધકામ સાઇટો ઉપર રિયલ ટાઇમ ડસ્ટ સેન્સર અને CCTV લાગશે

શહેરમાં બાંધકામ સાઇટો ઉપર રિયલ ટાઇમ ડસ્ટ સેન્સર અને CCTV લાગશે

- AMC દ્વારા સીધું મોનિટરિંગ કરાશે 

- ધૂળથી થતું પ્રદૂષણ અટકાવવા હવે નવી પોલિસી

અમદાવાદ, બુધવાર

  શહેરમાં નવી બની રહેલી બાંધકામ સાઈટોના કારણે પણ હવાનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ખાનગી સંસ્થા પાસે કરાવવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું હતું કે બાંધકામની સાઈટો ઉપર ઊડતી ધૂળના કારણે પ્રદૂષણ ફેલાય છે. એને લઈને બાંધકામ સાઈટો ઉપર ઓછું પ્રદૂષણ થાય અને નિયમોનું પાલન કરવામાં આવે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ ICLEI-દક્ષિણ એશિયા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  શહેરમાં હવા અને અન્ય પ્રદૂષણને લઇને સર્વે કરવામાં આવ્યો હતો. શહેરમાં હવા પ્રદૂષણના પ્રમાણમાં અંદાજિત 16 ટકા જેટલું પ્રદૂષણ બાંધકામ સાઈટોને કારણે થઈ રહ્યું છે. બાંધકામ સાઈટો ઉપર રિયલ ટાઈમ ડસ્ટ સેન્સર અને CCTV લગાવવા તેમજ એનું સીધું મોનિટરિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલડી ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં કરવામાં આવે, જેથી હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય. પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે? એ રિયલ ટાઈમ બતાવવા મોટો LED સ્ક્રીન પણ લગાવવામાં જણાવવામાં આવ્યું છે. આ ડ્રાફ્ટ પોલિસી હાલ તૈયાર કરી દેવામાં આવી છે અને ચૂંટણી બાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ એને લાગુ કરવામાં આવશે અને હવા પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા બાંધકામ સાઈટો ઉપર જરૂરી પગલાં ભરવામાં આવશે.

  શહેરમાં બાંધકામ સાઇટો પર તોડફોડ, કટિંગ, ક્રશિંગ, ડ્રિલિંગ, ખોદકામ, રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટનું સંચાલન, મટીરિયલ હેન્ડલિંગ, સ્ટોરેજ અને ટ્રાન્સફર અને મિસ્ટ મશીનોના ઉપયોગને કારણે હવા પ્રદૂષણ થતું હોય છે, જે નવી બાંધકામ સાઈટો આવેલી છે એમાં 72 ટકા જેટલી સાઈટો બિલ્ટ અપ એરિયા પ્રમાણે 5000થી લઈને 10,000 ચોરસ મીટરની છે, જ્યારે 24 ટકા જેટલી સાઈટો 20,000 ચોરસ મીટરની છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ અમદાવાદ શહેરની એર ક્વોલિટી નેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી.

બાંધકામ સાઇટોની પોલિસીમાં શું-શું જણાવ્યું?
ધૂળના રજકણો અટકાવવા માટે ભીની જાળીવાળી લીલી ચાદર લગાવવી.
ધૂળના રજકણો માટે ડસ્ટ કલેક્ટ સિસ્ટમ્સ અથવા બેગ ફિલ્ટર્સ મૂકવામાં આવે.
ધૂળનો ફેલાવો ઓછો કરવા માટે આસપાસ પવન રોકવા દીવાલો બનાવવી.
CCTV અને ડસ્ટ સેન્સરમાંથી રિયલ-ટાઇમ ડેટા ફીડ મળશે.
બાંધકામના કચરાને દરરોજ લગભગ 20 ટન અને મહિનામાં 300 ટનથી વધુ ન રાખવામાં આવે.
બાંધકામનાં સ્થળો પર ડમ્પરની ગતિ 20 કિ.મી. સુધી મર્યાદિત કરવી.
ધૂળનું ઉત્પાદન અટકાવવા માટે વાહનોની સરળ અવરજવર માટે પાકા રસ્તાઓ બનાવે.
PM1, PM2.5, PM10 અને PM100 સ્તરોને સતત માપવા માટે 10 હજાર ચોરસ મીટરથી વધુની બાંધકામ સાઇટ્સ પર હવાની ગુણવત્તા મોનિટરિંગ સેન્સર કરશે.
સેન્સરમાંથી દર 15 મિનિટે રિયલ-ટાઇમ ડસ્ટ પોલ્યુશન ડેટા અપલોડ કરો અને એને બાંધકામ સાઇટ પર LED સ્ક્રીન પર જાહેરમાં પ્રદર્શિત કરાય.
ધૂળના રજકણો ઉડતી ઘટાડવા માટે અવરજવર કરતાં સાધનોને ઢાંકવામાં આવે.
અસરકારક ધૂળ નિવારણ માટે ઓપ્ટિમાઇઝ પાણીના વપરાશ સાથે સ્પ્રિંકલર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરો.
ઉચ્ચ રિઝોલ્યૂશનવાળા CCTV કેમેરા લગાવો. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શહેરમાં બાંધકામ સાઇટો ઉપર રિયલ ટાઇમ ડસ્ટ સેન્સર અને CCTV લાગશે