District

લંપટ ટ્યુશન શિક્ષક ના કોર્ટે જામીન ફગાવ્યા

લંપટ ટ્યુશન શિક્ષક ના કોર્ટે જામીન ફગાવ્યા

- બે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરી હતી

- જેમાં પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો

અમદાવાદ, બુધવાર 

  અમદાવાદના મેઘાણીનગર પોલીસ મથકે 42 વર્ષીય ટ્યુશન શિક્ષક સામે IPC ની કલમ 354A, 354C અને પોક્સો એકટની કલમ 7, 8, 9f, 11, 12 તેમજ 18 મુજબ ગુન્હો નોંધાયો હતો. ટ્યુશનમાં આવતી બે વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરવા બદલ શિક્ષક સામે વાલીએ ચાલુ વર્ષે ફરિયાદ નોંધાવી હતી. આરોપી અત્યારે જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. ત્યારે તેને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે વિશેષ પોક્સો જજ એ.બી.ભટ્ટની કોર્ટમાં રજૂ થઈ હતી.

  આરોપીના ટ્યુશન ક્લાસિસમાં આવતી બે સગીરાએ જેની ઉંમર આશરે 13 વર્ષ અને 16 વર્ષની છે. તે બંનેને બાહુપાશમાં જકડી લઈને શિક્ષકે શારીરિક અડપલા કર્યા હતા. શિક્ષક જ્યાં રહે છે તે આસપાસની મહિલાઓને ગંદા ઈશારા કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની જમીન અરજી વિરુદ્ધ જણાવ્યું હતું કે આ કેસમાં 32 સાહેદો છે. સમાજમાં ભૂતકાળમાં પણ આવા કિસ્સા બન્યા છે. જેમાં લંપટ શિક્ષકોએ નાદાન બાળકોને પોતાની જાળમાં ફસાવ્યા હોય. અરજદારના વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી સામે અન્ય કોઈ પૂર્વ ગુન્હા નથી. તે 10 વર્ષથી પીડિતાને ભણાવતો આવ્યો છે. તેની પાસે 22 વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ છે. અન્ય કોઈ વિદ્યાર્થીએ આવી ફરિયાદ કરી નથી. આ બદદાનતથી કરાયેલ ફરિયાદ છે. સામે પક્ષે સરકારી વકિલ દિલીપસિંહ.એમ ઠાકોરે આરોપીની જામીન અરજી વિરુદ્ધ દલીલો કરી હતી કે બંને પીડિતા સગીરવયની કન્યાઓ છે. આરોપી ઉપર ગંભીર ગુન્હો છે. આ કેસમાં તપાસ ચાલુ છે. આરોપીને જમીન આપતા તે સાહેદોને ફોસલાવી કે ધમકાવી શકે છે. આરોપીના પાડોશીઓએ પણ તે માનસિક વિકૃત હોવાનું જણાવ્યુ છે. કોર્ટે નોંધ્યું હતું કે શિક્ષકનું આ કૃત્ય સમાજ માટે ઘાતકી અને કલંક રૂપ છે. જાતીય સતામણીના કેસમાં ફરિયાદ ક્યારે કરાઈ તે મહત્વનું રહેતું નથી. આમ કોર્ટે આરોપીના જામીન નકારી નાખ્યા હતા. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

લંપટ ટ્યુશન શિક્ષક ના કોર્ટે જામીન ફગાવ્યા