District

ગિફ્ટ સીટીમાં તસ્કરોના ત્રાસથી છવાયો અંધારપટ્ટ, હોટેલના 18 વીજપોલના વાયરની ચોરી, લાઇટ શરૂ ન થતા થઇ જાણ

ગિફ્ટ સીટીમાં તસ્કરોના ત્રાસથી છવાયો અંધારપટ્ટ, હોટેલના 18 વીજપોલના વાયરની ચોરી, લાઇટ શરૂ ન થતા થઇ જાણ

- ગિફ્ટ સીટીમાં તસ્કરોના ત્રાસ અંધારપટ્ટ છવાયો

- ગિફ્ટ સીટી હોટેલના 18 વીજપોલના વાયરની ચોરી

- તસ્કરો વાયર ચોરી જતા લાઇટો શરૂ ન થઇ 

ગાંધીનગર, બુધવાર

  ગાંધીનગરના ગીફ્ટ સીટીમાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ હાઇ સિક્યોરિટી ઝોનમાંથી પણ વાયરોની ચોરી કરી જાય છે. સચિવાલયથી માત્ર થોડા કિલોમીટરના અંતરે જ આવેલી ગિફ્ટ સિટી પણ હાલ તો સુરક્ષિત ના હોવાનું જણાઈ રહ્યું છે.. કલબ મેમ્બર ઓફ રેડીસન ઇંડીવીજુવલ્સ હોટલ ખાતે લગાવવામાં આવેલ 18 વીજપોલમાંથી અજાણ્યા તસ્કરો 1 લાખ 79 હજારથી વધુની કિંમતના કુલ 620 મીટર વાયરોની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જે અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  ગીફટ સીટી કલબ મેમ્બર ઓફ રેડીસન ઇંડીવીજુવલ્સ હોટલમાં છેલ્લા ત્રણ વર્ષથી સિક્યુરીટી એન્ડ ફાયર સેફટીના ડાયરેક્ટર તરીકે નોકરી કરનારે આ મામલે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત 4 મેના રોજ હોટલની અંદર સ્વીમીંગ પુલ પાસે રેસ્ટોરંટ ગેસ્ટ એરીયાનુ ઓપનીંગ કરવામાં આવ્યું હતું. તે દિવસે સાંજના ગેસ્ટ એરીયા ખાતે લગાવેલ ઈલેકટ્રીક થાંભલા(પોલ)ની તમામ લાઈટો ચાલુ થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે રાત્રે ગેસ્ટ એરીયાની લાઈટો ચાલુ કરતા તેમાંથી જમનાબાઈ સ્કુલ સાઈડના પહેલા ઈલેક્ટ્રીક થાંભલા (પોલ)ની લાઈટો ચાલુ થયેલ ન હતી. જેથી સ્ટાફને લાગેલ કે હોલ નીચે ઈલેક્ટ્રીક કામકાજ ચાલુ છે તેના કારણે ઉપરોક્ત ત્રણ થાંભલાની લાઈટો બંધ હશે.

ગિફ્ટીમાં તસ્કરોનો વધતો તરખાટ
  જો કે ત્રીજા દિવસે પણ ઉપરોક્ત એરિયાની લાઈટો ચાલુ થઈ ન હતી. આથી 7 મી મેના રોજ લાઈટો ચાલુ કરાવવા માટે ઈલેકટ્રીશીયનને બોલવામાં આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે, થાંભલાનાં વાયરો જ ચોરાઈ ગયા છે. આથી બીજા દિવસે હજારીસિંગે રૂબરૂમાં જઈને તપાસ કરતા ગેસ્ટ એરીયા ખાતે ઈલેકટ્રીકના કુલ અઢાર થાંભલાની અંદરના વીજ લાઈન અને સીસીટીવી કેમેરાના કુલ 620 મીટર વાયરો ચોરાઈ ગયાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે તેમણે હોટલનાં કેમેરા ચેક કરતાં અલગ અલગ દિવસોએ એક ઈસમ થાંભલામાંથી વાયરોની ચોરી કરતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી જેને હાઇ સિક્યોરિટી તરીકે જોવામાં આવે છે, જેમાં દેશ દુનિયાની કંપનીઓના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, એમાં આવી ચોરી એક લાંછન રૂપ સાબિત થઈ શકે છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગિફ્ટ સીટીમાં તસ્કરોના ત્રાસથી છવાયો અંધારપટ્ટ, હોટેલના 18 વીજપોલના વાયરની ચોરી, લાઇટ શરૂ ન થતા થઇ જાણ